ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ઇંડિયન નોલેજ સેન્ટર-યૂનિવર્સલ હ્યૂમન વેલ્યૂ સેલ, અનેવિશ્વગ્રામ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “Culture of Peace and Peace Education”વિષય પરએકવ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મધ્યપ્રદેશ રાજ્યના પૂર્વ પોલીસ મહાનિદેશક (DGP) અને પ્રતિષ્ઠિત વક્તા શ્રીમતી અનુરાધા શંકરે ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા.સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનાં માનનીય પ્રેસિડેન્ટશ્રી પ્રકાશપટેલ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજનકરવામાંઆવ્યું.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટડો. પ્રફુલકુમાર ઉદાની,રજિસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી,પ્રિન્સિપાલ ડૉ. પિયુષકુમારપટેલ, ડો જે. જે પટેલ દ્વારા મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું.પૂર્વ પોલીસ મહાનિદેશક (DGP) શ્રીમતી અનુરાધા શંકરદ્વારા મહાત્મા ગાંધીજીના અનેક પ્રસંગો દ્વારા શાંતિ, સહિષ્ણુતા અને અહિંસા જેવા મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું.

સાથે સાથે તેમણે ભારતના ઇતિહાસ સંબંધિત અનેક રસપ્રદ તથ્યો રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે અંગ્રેજી લેખક જ્યોર્જ ઓરવેલની મહત્વની નવલકથાઓની વાત કરવામાં આવી જેમાં સમાજનું નિરૂપણ કેવીરીતે થયું છે તે દર્શાવવામાં આવ્યું. જીવનમાં શાંતિની પ્રાપ્તિ માટે પારિવારિક સંવાદ જરૂરી છે તે સમજાવવામાં આવ્યું. તેમના દ્વારા પોતાના અનુભવો પણ વ્યક્ત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં માનનીયપ્રોવોસ્ટડો. પ્રફુલકુમાર ઉદાની સાહેબશ્રી દ્વારા પ્રસંગોપાત ઉદ્બોધન કર્યું. જેમાં તેમણે પણ આધુનિક યુગમાં વિશ્વ લેવેલે શાંતિ કેવીરીતે પ્રાપ્ત કરી શકે તે પણ સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહન મળ્યું અને તે જાણવા મળ્યું કે શાંતિની સાચી વ્યાખ્યા કેવી રીતે કરી શકાય. આ કાર્યક્રમમાં 50 થી વધારે અધ્યાપકો અને 200 થી વધારે વિધાર્થીઓએ હાજરી આપી હતી.


