ગરવી તાકાત બનાસકાંઠા : ભાભર વાવ થરાદ સૂઇગામ તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે બાઇક પર ધર નો પરિવાર માટે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા ભાભર થરાદ કે વાવ જેવી સીટી માં અવર જવર વધુ હોય અને ટ્રાફિક પોલીસ હેરાન ગતિ કરતી હોય જેથી જિલ્લા પોલીસ વડા પાસે વાહન ચાલકો માગણી કરી બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદે સરહદી વાવ સૂઇગામ ભાભર થરાદ તાલુકામાં તારાજગી સર્જી હોય ત્યારે કેટલાક ગામડાઓ ના રસ્તાઓ તૂટી ગયા અને રસ્તાઓ પર અતિભારે પાણી ભરાયેલા હોય જેથી મોટા ભાગના વાહનો બંધ છે સાથે ઘરમાં બાઇક જેથી કરીને બાઇક પર અત્યારે લોકોની જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે અવરજવર કરતા હોય છે ત્યારે ભાભર સૂઇગામ વાવ થરાદ પોલીસ ને જિલ્લા પોલીસ વડા સૂચના કરેલ હોય જેથી તેમની રૂટિંગ કામગીરી કરતા હોય છે.

ત્યારે સૂઇગામ તાલુકા ના મોટા ભાગના ગામડાઓ માં અત્યારે ટેકટર અને બાઇક પર જ જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા ભાભર જવાનું થતું હોય છે ત્યારે ભાભર જાય એટલે ભાભર ટ્રાફિક પોલીસ બાઇક ચાલકો પાસે જરૂરી ડોક્યુમેન્ટ માગતા હોય છે પણ અત્યારે કપરી સ્થિતિમાં બાઇક સાથે ડોક્યુમેન્ટ રાખે તો રસ્તામાં પાણી ભરેલા હોય જેથી ડોક્યુમેન્ટ પલડી જાય જેથી કરીને સાથે ડોક્યુમેન્ટ ન હોય તો બાઇક ડિટેન કરી નાખે અથવા તો દંડ ફટકારે જેથી કરીને જિલ્લા પોલીસ વડા પાસે વાહન ચાલકો અને બાઇક ચાલકો માગણી કરી રહ્યા છે કે અમારી પાસે ડોક્યુમેન્ટ તો હોય છે પણ ઘરે આવી કપરી પરિસ્થિતિમાં પણ પોલીસ અમારા જોડે દંડ વસૂલે છે અને અમારા વાહનો ડિટેન કરે છે.

તો એક મહિનો આ કામગીરી ન કરવા માટે અમારી જિલ્લા પોલીસ વડા પાસે માગની છે કે અત્યાર પૂરતું જે કામ ગિરી કરતા ટ્રાફિક પોલીસ જવાનો ન કરે તેવું માગણી છે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ અત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા ને કહીને જે વાહન ચાલકો ગરીબ છે તેમણે જ મોટા ભાગના ટ્રાફિક પોલીસ હેરાન કરતા હોય છે તેથી આ કામગીરી એક મહિના માટે ન કરે તેવી ભલામણ કરવામાં આવે તો કુદરત આગળ તો બધા લાચાર છે પણ સ્થાનિક રાજકીય નેતાઓ અમારી વેદના સમજીને જિલ્લા પોલીસ વડા ને કહીને આ કામગીરી રોકાવે તેવી સરહદી વિસ્તાર ની જનતા માગણી કરી રહી છે…