ગરવી તાકાત મહેસાણા : રાધનપુરના બંધવડ ગામની શ્રી સંસ્કારધામ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ગંભીર ઘટના સામે આવી શાળાના આચાર્ય પર હુમલો થયો આ મામલે ત્રણ નામજોગ અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. વિદ્યાલયના આચાર્ય ગણપતભાઈ જોષી તેમની ઓફિસમાં ફરજ પર હતા. તે દરમિયાન જીગર ઠાકોર, કિરણ ઠાકોર, સુરેશ ચૌધરી અને.

એક અજાણ્યો શખ્સ ઓફિસમાં ઘૂસી આવ્યા જીગરે આચાર્યને ગાળો આપી ધક્કો માર્યો અન્ય આરોપીઓએ ગડદાપાટુ અને લાફા માર્યા. હોબાળો થતાં શાળાના કર્મચારીઓએ આરોપીઓને બહાર કાઢ્યા કિરણ ઠાકોરે એક સાક્ષીને છરી બતાવી હતી. તેમણે આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આરોપીઓ પર રાજ્ય સેવકને ફરજમાં રૂકાવટ કરવી, ગેરકાયદેસર રીતે શાળામાં પ્રવેશ કરવો અને સમાન ઈરાદાથી ગુનો કરવાનો આરોપ છે. રાધનપુર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.


