બનાસકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન ત્રણ તબક્કામાં કાર્યક્રમો યોજાશે…

August 5, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાનના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ આ વર્ષે દેશ અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ કરવામાં આવશે. કલેકટરે જણાવ્યું કે જિલ્લામાં ત્રણ તબક્કામાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી થશે પ્રથમ તબક્કામાં 8 ઓગસ્ટ સુધી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદુર વિષય પર પત્રો લખવાની સ્પર્ધા યોજાશે આ સાથે My Gov પોર્ટલ દ્વારા ક્વિઝનું આયોજન કરાશે.

Every Home Has a Tricolour, Every Home Has Cleanliness' Campaign in  Banaskantha | બનાસકાંઠામાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન: ત્રણ  તબક્કામાં યોજાશે કાર્યક્રમો, 12 ઓગસ્ટે ...

અને નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ હાથ ધરાશે બીજા તબક્કામાં 9થી 12 ઓગસ્ટ દરમિયાન તમામ તાલુકાઓ અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન થશે નડાબેટ અને અંબાજી જેવા આઇકોનિક સ્થળો પર પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે 12 ઓગસ્ટે પાલનપુરથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નીકળશે આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તમામ તાલુકાઓ તથા નગરપાલિકાના સહયોગથી વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડ વોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.

Every Home Has a Tricolour, Every Home Has Cleanliness' Campaign in  Banaskantha | બનાસકાંઠામાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન: ત્રણ  તબક્કામાં યોજાશે કાર્યક્રમો, 12 ઓગસ્ટે ...

ત્રીજા તબક્કામાં 13થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ શાળાઓમાં ધ્વજ વંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ‘સેલ્ફી વિથ તિરંગા’ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. આ તમામ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. જિલ્લા કલેક્ટરે તિરંગાના માન-સન્માન સાથે ઉત્સાહભેર કાર્યક્રમો યોજવા સૂચનાઓ આપી હતી. તેમણે જિલ્લાના તમામ લોકોને આ અભિયાનમાં વિશાળ જનભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0