1 ઓગસ્ટથી મહેસાણા જિલ્લામાં “નારી વંદન ઉત્સવ સપ્તાહ” ઉજવાશે….

July 31, 2025

-> 4 ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત ભીમનાથ મહાદેવ હોલ, પરા ટાવર, મહેસાણા ખાતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે :

-> રોજગાર ભરતી મેળામાં ધોરણ ૧૦, ધોરણ ૧૨ તેમજ સ્નાતક મહિલાઓ ભાગ લઈ શકશે :

ગરવી તાકાત મહેસાણા : રાજ્ય સરકારશ્રી દ્વારા દર વર્ષે “મહિલા સશક્તિકરણ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં તા.01/08/2025 થી 08/08/2025 સુધી “નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.1/8/25 ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા.2/8/25 ના રોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસ.

Mehsana district was selected as Best Performance District by NCPCR and NCB  | દિલ્હીમાં કલેક્ટરનું સમ્માન કરાશે: NCPCR તથા NCB દ્રારા મહેસાણા જિલ્લાને  બેસ્ટ પર્ફોન્સ જિલ્લા ...

તા.4/8/25 ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા.5/8/25 ના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા. 6/8/25 ના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.7/8/25 ના રોજ મહિલા કલ્યાણ દિવસ અને તા. 8/8/25 ના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. “નારી વંદન સપ્તાહ”ની ઉજવણીના ભાગરુપે રોજગાર વિનિમય કચેરી.

Employment recruitment fair organized at Mehsana employment office,  selection of 63 candidates for jobs | રોજગાર ભરતી મેળો: મહેસાણા રોજગાર કચેરી  ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું, 63 ...

મહેસાણા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત તા. 04/08/2025ના રોજ સવારે 9:30 કલાકથી ભીમનાથ મહાદેવ હોલ, પરા ટાવર, મહેસાણા ખાતે ખાસ મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં ધોરણ 10, ધોરણ 12 તેમજ સ્નાતક મહિલાઓ ભાગ લઈ શકશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0