ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં સરકારી શિક્ષકો દ્વારા ચલાવાતા કોચિંગ ક્લાસ પર શિક્ષણ વિભાગે દરોડા પાડ્યા જેમાં ચાર શિક્ષકો રંગેહાથ ઝડપાયા આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા. મહેસાણામાં એકેડેમિક એસોસિએશને રજૂઆત કરી કે સરકારી શિક્ષકો ટ્યુશન કરે જે રજૂઆતના પગલે મહેસાણા શહેરમાં શિક્ષણ વિભાગે 20 ટીમો બનાવી કોચિંગ ક્લાસ પર ઓચિંતી તપાસ હાથ ધરી આ તપાસ દરમિયાન રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર આવેલા કોચિંગ ક્લાસમાંથી 4 સરકારી શિક્ષકો ટ્યુશન કરતા ઝડપાયા લાંબા સમયથી સરકારી શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ચલાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી જેના પગલે શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરી ઝડપાયેલા ચારેય શિક્ષકો સામે તપાસ અહેવાલ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એકેડેમિક એસોસિએશની રજૂઆત મુજબ જિલ્લામાં 50 જેટલા સરકારી શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાની રજૂઆતો શિક્ષણ વિભાગને મળી મહેસાણા એકેડેમિક એસોસિયેશન દ્વારા છેલ્લા બે મહિનામાં પાંચ વખત આ અંગે રજૂઆત કરવામાં આવી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ નામજોગ રજૂઆતો પણ કરવામાં આવી આ રજૂઆતોના પગલે શિક્ષણ વિભાગે સક્રિય થઈને આ તપાસ હાથ ધરી જોકે, આ મામલે એકેડેમિક એસોસિયેશનના પ્રમુખ કમલેશ પ્રજાપતિએ ગંભીર આક્ષેપો કર્યા કે આવા શિક્ષકો કહે કે શિક્ષણ વિભાગને અમે હપ્તા આપીએ છીએ તમે ગમે એટલી અરજીઓ કરો, અધિકારીઓ આવીને ચા પી જતા રહે.

સમગ્ર મામલે મહેસાણા જિલ્લા કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું, 4 જેટલા શિક્ષકો ટ્યુશન કરતા પકડાયા અને શિક્ષણ વિભાગ દ્વારા ચારેય શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે શિક્ષણ વિભાગે 20 ટીમો બનાવીને તપાસ કરી જેમાં આ શિક્ષકો ટ્યુશન કરતા મળી આવ્યા જેમની વિરુદ્ધ તપાસ કાર્યવાહી ચાલુ. આ સમગ્ર ઘટના શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની અને સરકારી શિક્ષકો દ્વારા ચલાવાતા ખાનગી ટ્યુશન પર લગામ કસવા માટે આ કાર્યવાહી એક મોટું પગલું માનવામાં આવી રહ્યું હવે જોવું એ રહ્યું કે 50 નામ મળ્યા છે એમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે માત્ર 4 શિક્ષકોની તપાસમાં ભીનું સંકેલાઈ છે તે જોવું રહ્યું.


