ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં રંજરેજની પોળમાં રહેતી મહિલાનો દિયર ગુમ થઇ ગયા બાદ ગત 17 જુલાઇના રોજ બે રીક્ષા ભરીને આવેલ મહિલાઓએ દિયરે લીધેલ પૈસા આપી દેવાનું જણાવી ધમકી આપતાં મહિલાએ દવા પી લીધી જેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બનાવ અંગે પોલીસે મહિલાના નિવેદનને આધારે ત્રણ નામજોગ સહિત અજાણ્યા 13 વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

શહેરની રંજરેજની પોળમાં રહેતા શબાનાબેન ચોક્સીના પતિ ઇદ્રીશભાઇની મહેસાણા મીરા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે શબાનાબેન તેમના દિયર અલ્તાફભાઇ તેમના પત્ની સહિત બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે. 15 જુલાઇના રોજ શબાનાબેનના દિયર અલ્તાફભાઇ ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહેતાં તેમના પતિ ઇદ્રીશભાઇએ વિસનગર પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ નોંધ કરાવેલ.

જ્યાં 16 જુલાઇના રોજ શબાનાબેન તેમના દેરાણી રેશમાબેન સાથે ઘરે હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો અને અક મહિલાએ ઘરે આવી અમો પઠાણ મુર્તુઝા, વ્હોરા સોહિલ અને રિઝવાના આપા પઠાણના માણસો છીએ, તારા દિયરે તેમની પાસેથી પૈસા લીધેલ છે આપી દેજો કહી ધમકી આપી હતી.


