ગરવી તાકાત મહેસાણા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ફેસબુક પર ઓછા વ્યાજ દરે પીએમ મુદ્રા લોન આપવાના નામે છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ કરી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર સેલની ટીમે મહેસાણા જિલ્લાના રહેવાસી અને મૂળ રાજકોટના 38 વર્ષીય આશિષ રામજીભાઈ તલસાણીયાને પકડી પાડ્યો.
![]()
આરોપી પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હતો તેણે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી લોન આપવાની જાહેરાતો મૂકી અને લોકોને વિશ્વાસમાં લઈ વોટ્સએપ મારફતે વાત કરી ઓનલાઈન પેમેન્ટ મેળવતો હતો.

ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને પકડ્યો છે. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ સહિતની વિગતો કબજે કરી પીઆઈ વી.કે. કોઠીયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.


