પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ…

June 19, 2025

ગરવી તાકાત પાટણ : હવામાન વિભાગે 21 જૂનથી પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી જેના પગલે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની તાત્કાલિક બેઠક યોજાઈ કલેકટરે તમામ વિભાગોને એલર્ટ રહેવા અને શક્ય આફતનો સામનો કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી પાટણ કલેકટર કચેરી ખાતે મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં કલેકટરે જણાવ્યું કે લોકોની સુરક્ષા તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે.જાનહાનિ કે સંપત્તિને નુકસાન ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

કોઈપણ ઘટના થાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે સાવચેતીના ભાગરૂપે જર્જરિત મકાનોની યાદી તૈયાર કરવા અને આવા મકાનો તાત્કાલિક ખાલી કરાવવા સૂચના અપાઈ હતી ગટર લાઇનોની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવા, આશ્રયસ્થાનો ગોઠવવા અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં સહાય માટે સર્વે કરવો, કલોરીનેશન, ગંદકી અને રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ, મેલેરિયા-ડેન્ગ્યુ અંગે જાગૃતિ અને પૂરતો દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ તાકીદ કરાઈ હતી તમામ લાઇન વિભાગોના સંસાધનોની યાદી તૈયાર કરવા અને તેનું ચેકિંગ કરવા પણ સૂચના અપાઈ હતી.સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરાશે.જરૂર પડે તો એર લિફ્ટિંગ દ્વારા લોકોને રેસ્ક્યૂ કરવાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0