મહેસાણાના મોઢેરા ચોકડી પરથી કડી જવા માટે રિક્ષામાં બેઠેલી મહિલાના સોનાના દોરાની ચોરી…

June 18, 2025

ગરવી તાકાત મહેસાણા : મોઢેરા ચોકડી પરથી કડી જવા માટે રિક્ષામાં બેઠેલા મહિલા પાસેથી સોનાના દોરાની ચોરી થઈ કુંડળ ગામના 50 વર્ષીય રેખાબેન પ્રજાપતિ મહેસાણામાં તેમના નાના ભાઈને મળવા આવ્યા. સાંજના સમયે ઘરે પરત ફરવા માટે મોઢેરા ચોકડી પર વાહનની રાહ જોઈ રહ્યા હતા રાધનપુર ચોકડી તરફથી આવેલી પીળા રંગની રિક્ષામાં તેઓ બેઠા અને રિક્ષામાં પહેલેથી જ ત્રણ મહિલાઓ પાછળની સીટ પર અને ડ્રાઈવર સાથે બે પુરુષો આગળની સીટ પર બેઠેલા હતા.

થોડે દૂર જતાં ડ્રાઈવરે ડ્રાઈવિંગમાં તકલીફનું બહાનું કાઢી એક પુરુષને પાછળની સીટમાં બેસાડ્યો. પાછળ બેઠેલા લોકોએ રેખાબેન સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું અને નાગલપુર ચોકડી પર રિક્ષા ચાલકે વધુ મુસાફરોનું બહાનું બતાવી રેખાબેનને ઉતારી દીધા.

ત્યારબાદ રેખાબેનને ખ્યાલ આવ્યો કે તેમના ગળામાં પહેરેલો દોઢ તોલાનો સોનાનો દોરો ગાયબ થઈ ગયો પછી તેમણે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી 1.35 લાખની કિંમતના દોરાની ચોરી માટે રિક્ષા ચાલક, ત્રણ મહિલાઓ અને બે પુરુષો સામે ફરિયાદ નોંધાઈ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0