કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અધિકારીઓએ મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત…

June 14, 2025

ગરવી તાકાત મહેસાણા : કડી વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે મતગણતરી 23 જૂને હાથ ધરવામાં આવશે આ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે. પ્રજાપતિએ પોલીસ ઓબ્ઝર્વર અનિલ કુમાર સાથે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી.

મતગણતરી કેન્દ્ર તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (GTU-ITR), મેવડને પસંદ કરવામાં આવ્યું અધિકારીઓએ કાઉન્ટીંગ હોલ, કન્ટ્રોલ રૂમ અને ઇવીએમ સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી. તેમણે શાંતિપૂર્ણ મતગણતરી માટે જરૂરી સૂચનાઓ આપી.

મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ, નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલ હાજર રહ્યા. સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર સહિત અન્ય સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. પોલીસ ઓબ્ઝર્વરે મતગણતરી કેન્દ્ર ખાતે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0