વિસનગર : વિસનગર શહેરમાં પાલિકા દ્વારા મોટાપાયે દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ગંજબજાર ફાટકથી વડનગરી દરવાજા સુધીનો રસ્તો લાંબા સમયથી સાંકડો હોવાને કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હતી.

કડા ત્રણ દરવાજા રામદેવપીર મંદિરથી દીપરા દરવાજા વિસ્તાર સુધી ગટર લાઇનનું કામ થવાનું છે. આ કારણે વિજાપુર જતા વાહનોને લાલ દરવાજા વિસ્તારમાં ડાયવર્ટ કરવાના હોવાથી પાલિકાએ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના કર્મચારીઓએ બે દિવસ પહેલા દબાણકર્તાઓને નોટિસ આપી હતી.

દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન દબાણકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર એફ.ડી.ચૌધરી, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી સહિત પોલીસ સ્ટાફ અને પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.



