પાટણ : પાટણ સીટી ‘બી’ ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં બનેલ ચોરીના બનાવ બાબતે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી નજર ચૂકવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતી રાજુલાની દેવીપુજક ગેંગને રૂ.3, 21,860ના મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB પાટણ ચીરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણ નાઓએ પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના આધારે.

આર.જી.ઉનાગર પો.ઈન્સ. એલ.સી.બી. પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ LCB પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં તેમજ અન્ય જીલ્લાના ઇસમો કે જેઓ મિલકત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા હોય તેવા ઇસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરીમાં હતા દરમ્યાન ખાનગી રહે બાતમી હકિકત મળેલ કે, પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. વિસ્તારમાંથી લોકોને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી નજર ચૂકવી તેમના થેલામાં રહેલ સોનાની મગમાળાની ચોરી કર્યા અંગેનો બનાવ બનવા પામેલ હોઈ જેથી આ કામના ફરિયાદીને સાથે રાખી નેત્રમ ઓફીસ ખાતે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં.

રિક્ષા નંબર-GJ27U9260ની શંકાસ્પદ જણાયેલ જે આધારે પાટણ LCB સ્ટાફ દ્વારા બાતમી મેળવી સદરી રિક્ષા સાથે બે પુરૂષ તથા એક મહિલાને હારીજ મુકામેથી પકડી પાડી LCB કચેરી લાવી ખંતપુર્વક પુછપરછ સદરી ત્રણેય સાથે મળી નાયતા ગામ પાસેથી એક દંપતીને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી તેમના થેલામાં રહેલ સોનાની મગમાળાની ચોરી કરેલાની કબુલાત કરતા હોઇ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુન્હાના કામે વપરાયેલ વાહન મળી નિચેની વિગતેનો કુલ રૂ.3,21,860નો મુદ્દામાલ કબ્જે કરી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને કલમ 35(1)ઇ મુજબ અટક કરી મુદ્દામાલ કલમ 106 મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
-> પકડાયેલ આરોપીઓની વિગત :-
(૧) કનુભાઇ ભીખાભાઇ સોલંકી(દેવીપુજક) રહે.રાજુલા તત્વજ્યોતિ પાસે તા.રાજુલા જી.અમરેલી
(૨) મહેશભાઈ દડુભાઇ સોલંકી(દેવીપુજક) રહે. રાજુલા તત્વજ્યોતિ પાસે તા.રાજુલા જી.અમરેલી
(૩) શાંતુબેન ઉર્ફે કાંતુબેન વા/ઓફ શંકરભાઇ રણછોડભાઇ સોલંકી(દેવીપુજક) રહે. રાજુલા તત્વજ્યોતિ પાસે તા. રાજુલા જી.અમરેલી


