ભારત સંચાર નિગમ લિમિટેડ મહેસાણા બિઝનેસ એરિયા દ્વારા આયોજિત દૂરસંચાર સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

May 23, 2025

મહેસાણા : ભારત સંચાર નિગમ લિમિટેડ, મહેસાણા બિઝનેસ એરિયા દ્વારા આયોજિત દૂરસંચાર સલાહકાર સમિતિની બેઠક તારીખ 23.05.2025 ના રોજ સર્કિટ હાઉસ મહેસાણા ખાતે હરિભાઇ પટેલ, માનનીય લોકસભા સાંસદ, મહેસાણાની અધ્યક્ષતામાં યોજાઇ આ બેઠકમાં મહેસાણા,પાટણ તથા હિમંતનગર દૂરસંચાર સલાહકાર સમિતિના 20 સભ્યોએ ભાગ લીધો. માનનીય સાંસદ હરિભાઇપટેલે દૂર સંચાર સેવાઓમાં સુધારણા તેમજ ગુણવત્તા વધારવા માટે આવશ્યક સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું અને જણાવ્યુ કે બીએસએનએલ દેશમાં સેવાભાવના ના હેતુ થી કાર્ય કરે છે તેમજ દેશના મહત્વના ક્ષ્રેત્રો, પ્રોજેક્ટોમાં તથા દેશના દૂરદરાજ આંતરિયાર વિસ્તારોમાં દેશહિતમાં સેવા માટે કાર્યરત છે.

તેમણે તમામ દૂરસંચાર સલાહકાર સમિતિ સભ્યો અને બીએસએનએલ અધિકારીઓએ સાથે મળી બીએસએનએલ સેવા ગુણવત્તા વધારવા અને બીએસએનએલ કનેક્શન વધારવા આવશ્યક સૂચનો આપ્યા અને પ્રોત્સાહિત કર્યા. આ બેઠકમાં પંકજ ભંડારી, પી.જી.એમ, બીએસએનએલ,મહેસાણાએ મહેસાણા બિઝનેસ એરિયામાં ચાલતા ટેલિફોન એક્સ્ચેંજ, બ્રોડબેન્ડ, લેન્ડલાઇન,મોબાઇલ કનેક્શન,એફટીટીએચ તથા નવા મોબાઇલ ટાવરો તથા બીએસએનએલ દ્વારા ચાલતા અન્ય પ્રોજેક્ટ્સના અનુસંધાને વિસ્તૃત માહિતી આપી.

તેમણે 4જી સેચ્યુરેશન પ્રોજેકટ તથા 4જી ફેઝ 9.2 બાબતે પણ માહિતી આપી કે જેમાં ભારત સરકાર દ્વારા દેશના તમામ ગામ અને શહેરોને 4જી મોબાઇલ ટાવરના માધ્યમથી જોડવાનું લક્ષ્ય છે. બેઠકમાં બીએસએનએલની નવી સેવાઓ જેવી કે નેશનલ વાઈફાઈ રોમિંગ તથા બીએસએનએલ આઇએફટીવીની પણ ચર્ચા કરાઇ.આ બેઠકના અંતમાં આર.જી.ગોહે, બીએસએનએલ ઓપરેશન એરિયા હેડ,મહેસાણાએ માનનીય સાંસદ તથા ઉપસ્થિત તમામ દૂરસંચાર સલાહકાર સમિતિ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0