અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ઘઉંના ભૂસામાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો…

May 21, 2025

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીએ મોટી કામગીરી કરી અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર જોલી એન્જોય હોટલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે ભારત બેન્ઝ ટ્રકમાંથી ઘઉંના ભૂસાના કોથળા નીચે છુપાવેલો વિદેશી દારૂ જપ્ત કર્યો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 66.06 લાખ છે.

પોલીસે ટ્રક, મોબાઈલ ફોન અને ઘઉંના ભૂસા સહિત કુલ રૂ. 81.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ કારાભાઈ ચાવડા અને જીવાભાઈ મેરામણભાઈ ચાવડા (બંને રહે. અમરદડ ધોરીયાનેસ, પોરબંદરનો) સમાવેશ થાય છે.

આ ઉપરાંત પંજાબના લુધિયાણાથી દારૂ ભરેલો ટ્રક આપનાર અજાણ્યો શખ્સ અને જામનગરના જીગરભાઈ રબારી હજુ ફરાર. આ સફળ કામગીરી DIG ડૉ. ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલસીબી PI જે.જે. જાડેજા અને PSI જે.વાય. પઠાણની ટીમે કરી છે. આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0