રાજયના 86 મામલતદારોની બદલી : 108ને બઢતી અપાઇ

October 26, 2024
પ્રકાશ પર્વ દિપાવલી પૂર્વે મહેસુલ વિભાગ દ્વારા બદલીનો ઘાણવો 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 26 –  પ્રકાશ પર્વ દિપાવલીના તહેવારના આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજયના મહેસુલ વિભાગે  રાજકોટ શહેર જિલ્લાના 6 સહિત રાજયના 86 મામલતદારોની બદલીનો ઘાણવો કાઢયો છે. તેની સાથોસાથ 108 જેટલા નાયબ મામલતદાર કે જેઓ લાંબા સમયથી પ્રમોશનની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેઓની બઢતીના ઓર્ડરો પણ  ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. 

big decision by revenue department of transfers and promotions of officers

રાજયના 86 મામલતદારોની સામુહિક બદલીના ઓર્ડરો ઇસ્યુ કરાયા છે તેમાં રાજકોટ પશ્ર્ચિમ વિભાગના મામલતદાર તરીકે ફરજ બજાવતા મહેશ શુકલાની માણાવદરના મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. આવી જ રીતે પડધરી મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમાને ધારી તાલુકા મામલતદારની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે જામકંડોરણા મામલતદાર તરીકે ફરજ બજાવતા કે.બી.સાંગાણીને લીલીયા, લોધીકા તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર ભાડને ગાંધીનગર રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં મુકવામાં આવેલ છે. 

તેમજ ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણીની બદલી કરી તેઓને મોરબી રૂરલના મામલતદારની જવાબદારી  સોંપવામાં આવી છે. ધોરાજીના મામલતદાર અલ્પેશ જોષીની બદલી કરી તેઓને વડોદરા શહેર મામલતદાર તરીકે પોસ્ટીંગ આપવામાં આવેલ છે. આ ઉપરાંત માંગરોળના રાજેશ પરમારની અમદાવાદ, પાલીતાણાના કમલેશ વાણંદની  અમદાવાદ, લીલીયા મામલતદાર જેરામભાઇ દેસાઇની આરટીઓ રીકવરી મામલતદાર અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.

જયારે ઉમરાળાના મામલતદાર પ્રશાંતકુમાર ભીંડીની બગસરા, ધ્રાંગધ્રા તાલુકા મામલતદાર મહેશ ગોહેલની   વડીયા (અમરેલી), ગઢડા મામલતદાર સી.એ.રાવલની આણંદ, મેંદરડા મામલતદાર કિશન ચંદાલીયાને ભાવનગર, ચોટીલા મામલતદાર વસંતકુમાર પટેલની કાકરેજ, ભાવનગર સીટી મામલતદાર વિજયકુમાર ભારાઇની દાહોદ, વાંકાનેર  મામલતદાર યુ.વી.કાનાણીની કલોલ, ધ્રોલ મામલતદાર કુમારી ટી.બી.ત્રિવેદીની કાલાવડ, માણાવદર મામલતદાર કે.જે.મારૂની જામનગર, પ્રોટોકોલ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0