વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની બીસીએ કોલેજમાં શિક્ષક દિવસ ઉજવાયો 

September 7, 2024

ગરવી તાકાત, વિસનગર તા. 07 – વિસનગર ની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માં કોલેજ શ્રી સી. જે પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડી(B.C.A)  દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર  2024 ના રોજ  શિક્ષક દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મા 50 થી વધારે વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો અને નિષ્ઠા પૂર્ણ શિક્ષકની જવાબદારી નિભાવી હતી. આ દિવસે પ્રિન્સિપાલ તરીકેના વિદ્યાર્થી સિંધી ભાવેશ તથા વાઇઝ પ્રિન્સિપાલ વિદ્યાર્થી પટેલ ઓમે એ પોતાની જવાબદારી નિભાવી હતી. સાથે શિક્ષક દિવસ ને લગતી ત્રણ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમકે વકૃત્વ સ્પર્ધા ,નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધામાં ટોટલ સાત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી ઝારા વાલા મોહમ્મદ વિદ્યાર્થીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. નિબંધ લેખન સ્પર્ધામાં ટોટલ પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં  સુખડિયા ખુશી એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. અને ચિત્ર સ્પર્ધામાં ટોટલ આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાં પટેલ ધ્રુવી એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ જે પણ વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેમને  પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર આપી  મેડલ અને સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા BCA ના તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો પ્રોગ્રામ કોડીનેટર પ્રોફેસર ડોક્ટર હર્ષદ પ્રજાપતિ, દીપુ સોલંકી અને વિશ્વા રાવલે ખૂબ જ જેમહત ઉઠાવી પ્રોગ્રામને સફળ કર્યો. માનવી અને શિક્ષણ મૂલ્યોને ઉજાગર કરતા આવા કાર્યક્રમના આયોજન બદલ યુનિવર્સિટીના રજીસ્ટર ડોક્ટર પરિમલ ત્રિવેદી સંસ્લર ડોક્ટર પીએમ ઉદાણી અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ સર્વે બીસીએ કોલેજ અને તેના પ્રિન્સિપાલ ડોક્ટર અભિજીતસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0