વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં હાર્ટ એટેકથી 11 લોકોના ધબકારા બંધ 

May 21, 2024

વડોદરામાં હાર્ટ એટેકથી મોતમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે

સોમવારે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું. આજે પણ તાપમાનના પારો ઉંચકાવાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગરમાં પારો 45ને પાર જઈ શકે છે

ગરવી તાકાત, તા. 21 – ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સુરતમાં હાર્ટ એટેકથી મોતનું તાંડવ હતુ, હવે વડોદરાનો વારો પડ્યો છે. વડોદરામાં હાર્ટ એટેકથી મોતમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં હાર્ટ એટેકથી 11 લોકોના ધબકારા બંધ થયા છે. આ તમામના મોતની પેટર્ન એક જેવી છે.

સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયા

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. સોમવારે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું. આજે પણ તાપમાનના પારો ઉંચકાવાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગરમાં પારો 45ને પાર જઈ શકે છે. ત્યારે વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ બે વ્યક્તિના મોત થયા છે. હાર્ટ એટેકના કારણે બે વ્યક્તિના મોત થયા છે. 35 વર્ષના કલ્પેશ સોની અને 63 વર્ષના મુકેશચંદ્ર અધ્યારું છાતીમાં દુખાવા બાદ મોતને ભેટ્યા હતા. ત્યારે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો રંજન ઐયરે જાગૃતિ માટેનો સંદેશો આપ્યો છે. તેમણે લોકોને ગરમીમાં સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, લોકોએ વધુમાં વધુ છાશ અને પાણી પીવું જોઈએ.

રાજકોટમાં હાર્ટએટેકના કારણે વધુ એક યુવાનનું મોત નિપજ્યું છે. 26 વર્ષીય વિશાલ કોબિયા પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. વિશાલ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે તેને અચાનક ભરતીની તૈયારી માટે દોડ લગાવતા સમયે તે ઢળી પડયો હતો. દોડ્યા બાદ અચાનક યુવાનને હાર્ટ એેટેક આવ્યો હતો, અને પળવારમાં તેનો જીવ ગયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0