અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

આણંદ, વિસનગર, બારડોલી અને જામનગરમાં યોજાશે ક્ષત્રિયોની અસ્મિતાનું મહાસંમેલન

April 26, 2024

હવે સૌરાષ્ટ્ર સહિત રાજયના ચાર ઝોનમાં ક્ષત્રિય મહાસંમેલન યોજવાની તૈયારી

રાજકોટમાંથી પ્રારંભ થયેલી ક્ષત્રિય સમાજની લડાઇ રાજયભરમાં વેગ પકડી રહી છે 

ગરવી તાકાત, રાજકોટ તા. 26 – લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં હવે પ્રચારની ગરમી વધી રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલનમાં જે રીતે ભાજપ તાપ સહન કરી રહ્યો છે તેમાં આગામી દિવસોમાં આ આંદોલનનો પ્રભાવ વધે તેવી શકયતા પણ નકારાતી નથી હાલ ક્ષત્રિય સમુદાય દ્વારા ભાજપના કાર્યક્રમોમાં વિરોધ ઉપરાંત દરેક વિસ્તારમાં ક્ષત્રિય બહેનોના સામુહિક ઉપવાસ અને ધર્મરથ ફરી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં હવે ભાજપ વિરૂધ્ધ માહોલ ઉભો કરવા ક્ષત્રિય સમુદાય રાજયમાં 3 થી 4 મહાસંમેલનો યોજવાની જાહેરાત કરતા જ આ લડાઇ નવા તબકકામાં પ્રવેશ કરશે તેવા સંકેત છે.

ક્ષત્રિય સમાજનું ઉત્તર ગુજરાતમાં પ્રથમ અસ્મિતા સંમેલન, સૌનો એક જ સુર- 'ભાજપ  રુપાલાની ટિકિટ કાપે' | Patan News Kshatriya Samaj Sanmelan Held against  Parshottam Rupala

ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા, રમજુભા જાડેજા સહિતના અગ્રણીઓએ ચાર મહાસંમેલન યોજવાની જાહેરાત કરતા કહ્યું કે, અમે સૌરાષ્ટ્ર-મધ્ય-ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંમેલન યોજવા જઇ રહ્યા છીએ આંદોલનના પ્રારંભે રાજકોટમાં મહા ક્ષત્રિય સંમેલન યોજાયુ તે પછી ભાજપે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા ઝડપી બનાવી હતી પરંતુ તેનાથી આંદોલનને કોઇ બ્રેક લાગી હોય તેવા કોઇ સંકેત નથી.

ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકા અને વોર્ડ દીઠ બેઠકો યોજવામાં આવે છે તેમજ ધર્મરથ પણ ફરી રહ્યા છે અને હવે  ચાર મહાસંમેલનો યોજીને ક્ષત્રિય સમુદાય દરેક વિસ્તારમાં તેમની લડાઇને આગળ વધારશે.તા. 27 એપ્રિલના ઉતર ગુજરાતનું સંમેલન મહેસાણાના વિસનગરમાં યોજાશે. 28ના સાંજે દક્ષિણ ગુજરાતનું સંમેલન બારડોલીમાં યોજાશે. તા. 2ના રોજ જામનગરમાં જે સંમેલન યોજાવાનું હતું તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરની સભા નિશ્ચિત થતા તા. 3ના રોજ જામનગરમાં આ સંમેલન યોજાશે.

આ પૂર્વે તા. 1ના રોજ મધ્ય ગુજરાતનું મહાસંમેલન આણંદમાં યોજાશે અને બાદમાં તા.2 થી 6 સુધી ક્ષત્રિય સમાજ રાજકોટ ઉપર ફોકસ કરશે અને ખાસ કરીને પરસોતમ રૂપાલા  વિરૂધ્ધ મતદાન માટે ક્ષત્રિયોની ફૌજ ઉતારવાની યોજના હોવાનું કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:28 pm, Jan 2, 2025
temperature icon 20°C
few clouds
Humidity 34 %
Pressure 1016 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 20%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:22 am
Sunset Sunset: 6:05 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0