મહેસાણા જિલ્લા કોંગ્રેસના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી 

January 31, 2024

માર્ચ મહિનામાં ક્ષત્રિય ઠાકોર સમાજ નું મહેસાણા ખાતે વિશાળ મહાસંમેલન યોજાશે

ગરવી તાકાત, મહેસાણા તા. 31 – મહેસાણા જિલ્લા કોંગ્રેસના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની બેઠક તરેટી રામજીભાઈ ઠાકોરના ફાર્મમાં મળી હતી. જેમાં આવનાર મહેસાણા લોકસભા બેઠક જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તાલુકા દીઠ ક્ષત્રિય ઠાકોર સમાજની રાજકીય, સામાજિક, શૈક્ષણિક, આર્થિક સધ્ધરતાના હેતુથી મીટીંગો યોજવામાં આવશે.

તેમજ માર્ચ મહિનામાં ક્ષત્રિય ઠાકોર સમાજ નું મહેસાણા ખાતે વિશાળ મહાસંમેલન યોજાશે. આ બેઠકમાં બળદેવજી ઠાકોર પૂર્વ ધારાસભ્યશ્રી કલોલ, કીર્તિસિંહ ઝાલા, ભરતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય બહુચરાજી, રણજીતસિંહ ઠાકોર, ભોપાજી ઠાકોર, રામજીભાઈ ઠાકોર અશોકસિંહ વિહોલ, જયદીપસિંહ ડાભી, બાબુજી ઠાકોર માણસા, બાબુજી ઠાકોર ખેરાલુ, કનકસિંહ ઝાલા, પીકે સોલંકી, એલ બી ઠાકોર વિગેરે જિલ્લા તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0