યાત્રાધામ અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવામાં વિવાદાસ્પદ ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રડર્સના માલિકનો આપઘાત

December 7, 2023

અંબાજી મંદિરમાં વિવાદાસ્પદ નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત

જતીન શાહે કેમ કર્યો આપઘાત તેનું કારણ હાલ અકબંધ પોલીસ તપાસમાં મામલો બહાર આવવાની શક્યતાં

ગરવી તાકાત, અમદાવાદ તા. 07 – યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. નકલી ઘીનો મુદ્દો સામે આવતા સમગ્ર રાજ્યમાં વિવાદ ઉભો થઈ ગયો હતો. અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી અમદાવાદથી મોકલવામાં આવ્યું હતું. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે નકલી ઘી મોકલનાર વેપારીએ આપઘાત કરી લીધો છે.

અંબાજી મંદિરમાં નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે  કર્યો આપઘાત

અમદાવાદમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે. નારોલ વિસ્તારમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં જતીન શાહે આપઘાત કર્યો છે. આ જતીન શાહ અંબાજી મંદિર પ્રસાદના નકલી ઘી કેસમાં આરોપી છે. જતીન શાહની પેઢીમાંથી નકલી ઘી મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં જતીન શાહની ધરપકડ પણ કરી હતી. નીકલંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કેમ કર્યો તેની માહિતી સામે આવી નથી. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0