ગાંધીનગર રેન્જ આઇ.જી., ગૃહવિભાગ, ગૃહસચિવ ગાંધીનગર ખાતે ન્યાય મેળવવા રજૂઆત કરાઇ
મહેસાણા એ ડિવિઝન પોલીસના પીઆઇએ કોઇ કાયદાકીય નોટીસ કે સમન્સ આપ્યા વિના ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં ધરપકડ મામલે ન્યાય મેળવવા રજૂઆત કરાઇ
ફરિયાદી નટવરલાલને ખોટી રીતે મહેસાણા અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ત્રણ મહિના જેલવાસ ભોગવવો પડ્યો હોવા મામલે પણ ન્યાય માંગ્યો
Sohan Thakor – મહેસાણા તા. 27- ફરિયાદી નટવરલાલ મોહનલાલ પ્રજાપતિ – અંબિકાનગર સોસાયટી, વિસનગર રોડ, મહેસાણાવળાએ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની આવેદનપત્ર આપી ન્યાય અપાવવા રજૂઆત કરી હતી જેમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ બી.એમ.પટેલને તા. 11-5-2022થી તા. 3-8-2022 ત્રણ મહીના સુધીમાં ફરિયાદી નટવરલાલને કોઇ કાયદાકીય નોટીસ કે સમન્સ તેઓના ઘરે કે ઓફિસે મોકલાવેલ ન હતી.

આ રીતે નોટરી એક્ટનું કે કોઇ કાયદાનું પાલન કર્યા વિના ફરિયાદી નટવરલાલ વિરુધ્ધ ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં અટકાયત કરી તા. 4-8-2022થી તા. 22-12-2022 સુધી મહેસાણા જેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખોટી રીતે ભોગવવી પડેલ છે જેના કારણે સામાજિક આર્થિક અને કૌટુંબિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જે ન્યાય અને કાયદા વિરુધ્ધમાં થયેલ છે.
જેમાં ફરિયાદી નટવરલાલે આવેદનમાં જણાવ્યું છે કે, તેઓના સહી સિક્કાનો દુર ઉપયોગ થયેલ છે. જેમાં તા. 15-9-2022ના રોજ શ્રી વર્ધમાન વિદ્યાલય મહેસાણાની પ્રમાણીત થયેલ સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ જેનો સિરિયલ નં. 5424 માં તેમના સહી-સિક્કાનો દુર ઉપયોગ થયેલ છે. તે સર્ટિફિકેટ ગુસાણી મિહિર અશોકભાઇના નામનું હોઇ તેઓએ કરાવેલી નોટરી ક્યાંથી થયેલ તે તપાસનો વિષય છે.
ફરિયાદી નટવરલાલના સહી સિક્કાનો દૂરઉપયોગ કરે છે તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તા. 10-10-22ના રોજ જેલમાંથી ફરિયાદ કરી હતી. જે ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ મહેસાણા જિલ્લા પોલીસવડાને પણ મોકલી આપેલ છે જે ફરિયાદમાં ઘણો સમય વિતી ગયો હોવા છતાં એડવોકેટ પ્રજાપતિ નટવરલાલને ન્યાય ન મળતાં આ બાબતે તેઓએ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક, રેન્જ આઇ.જી. ગાંધીનગર, મુખ્ય સચિવશ્રી કાદયા અને ન્યાય વિભાગ,ગાંધીનગર તથા સચિવશ્રી ગૃહવિભાગ, નવા સચિવાલય ગાંધીનગર ખાતે રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.


