ઘરોની છતો પર રૂફટોપ લગાવવામાં 81% હિસ્સા સાથે ગુજરાતના દેશનું પ્રથમ રાજ્ય બન્યું

June 4, 2023

સૂર્ય ગુજરાત” રેસિડેન્સિયલ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારોમાં સોલર રૂફટોપ લગાવવામાં ૮૧ ટકા હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 04- સૂર્ય ગુજરાત” રેસિડેન્સિયલ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારોમાં સોલર રૂફટોપ લગાવવામાં ૮૧ ટકા હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. રાજ્યમાં અત્યાર સુધીમાં રહેણાંક વિસ્તારમાં ૪ લાખથી વધુ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ, ૨૦૨૩ અંતિતની સ્થિતિએ સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ફેઝ-૨ અંતર્ગત રહેણાંક હેતુ માટે કુલ ૧૮૬૧.૯૯ મેગાવૉટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થયેલી છે. તે પૈકી ૧૫૦૭.૭૧ મેગાવૉટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માત્ર ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે. એટલે કે દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના ૮૧ ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે.

રાજ્યમાં મે-૨૦૨૩ અંતિતની સ્થિતિએ સૂર્ય ગુજરાત યોજના હેઠળ કુલ ૧૬૧૯.૬૬ મેગાવૉટની ક્ષમતા ધરાવતી ૪,૧૧,૬૩૭ સોલાર સિસ્ટમ સાથે સ્થાપિત કરવામાં આવી છે. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂ. ૨૬૦૭.૮૪ કરોડ સબસિડી ચુકવવામાં આવી છે.  રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઊર્જા ઊત્પન્ન કરી સ્વ-વપરાશ ઉપરાંતની વધારાની સૌર ઊર્જા ગ્રીડમાં વેચી આવક મેળવી રહ્યાં છે. વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની વીજળી વીજવિતરણ કંપની દ્વારા રૂ. ૨.૨૫ના દરે ખરીદવામાં આવે છે.

રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમની કામગીરીની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે વીજ વિતરણ કંપનીના ઇજનેર દ્વારા સોલાર પીવી મોડ્યુલોનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે.આ યોજના માટે નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. દ્વારા દૈનિક પ્રગતિનું મોનીટરીંગ કરવામાં આવે છે.  રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમમાં ઊપયોગમાં લેવામાં આવતા સોલાર સેલ અને સોલાર મોડ્યુલ્સ ભારતમાં બનાવવામાં આવે છે. એટલે કે સોલાર સેલ અને સોલાર મોડ્યુલ બિનભારતીય બનાવટના મંજૂર કરાતા નથી.આનાથી ભારતમાં સોલાર સેલ અને મોડ્યુલ્સના ઘરેલૂ ઊત્પાદનને વેગ મળ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0