19 લાખનો ગાંજો પકડવામાં નવસારી રૂરલ પોલીસને મળી સફળતા, આ રીતે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન
દેશમાં નશાની બદીને નાથવા માટે પોલીસ સતત મહેનત કરી રહી છે. રાત દિવસ પેટ્રોલિંગ દરમિયાન અનેક એવા કેફી પદાર્થો ઝડપી પાડવાની ઘટનાઓ સામે આવી છે. જોકે નવસારી હદ વિસ્તારમાં આવી જ એક ઘટના ફરીથી બની છે.

ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને એક કાર દારૂ ભરી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. પોલીસ પેટ્રોલિંગમા કારને ઝડપી પરંતુ આ કારમાં ગાંજાનું વહન કરી લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. કારમાં ગાંજાનું વહન કરીને લઈ જવાતું હોવાનું એટલું જ નહીં પરંતુ આ કારમાં અનેક નંબર પ્લેટો મળી આવી છે કે જે કારચાલક દ્વારા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નંબર પ્લેટો લગાવીને કારની એન્ટ્રી કરવામાં આવતી હતી. જેથી કાર કોઈને હાથે લાગે નહીં. ગ્રામ્ય પોલીસને મોટી સફળતા આ પેટ્રોલિંગમાં મળી છે કે આમરી કસબા ખાતેથી ખૂબ મોટા પ્રમાણમાં 191.139 kg એટલે કે 19 લાખ નો ગાંજો ઝડપી પાડ્યો છે. આ બાબતે ગ્રામ્ય પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

ત્યારે નવસારીની ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર એટલે કે ધોળા પીપળા ઓવરબ્રિજ પહેલા વાહનો પાર્ક કરી ઉભા હતા. તે દરમિયાન GJ 01 RE 6704 નંબરની રેનોલ્ટ કારના ચાલક પર શંકા જતા પોલીસે તેને ઊભો રહેવા ઈશારો કર્યો હતો.

પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખવાને બદલે પુર ઝડપે હંકારી મૂકી હતી. જેનો પોલીસે ફિલ્મીઢબે પીછો કર્યો હતો. જેથી કાર ચાલકે આંબરડી કસ્બા ગામ તરફ વળી ગયો હતો. જ્યાં તે ખુલ્લી જગ્યામાં કાર મૂકીને ભાગી છૂટ્યો હતો.
ગ્રામ્ય પોલીસે કારની તપાસ કરતા કારમાંથી અલગ અલગ ત્રણ નંબર પ્લેટો મળી આવી હતી અને કારમાં લાગેલા આરટીઓ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ખોટી લગાવેલ હોવાનું બહાર આવ્યું હતું અને કારમાંથી મળી આવ્યો ગાંજાનો 191.139 કિલોગ્રામ નો જથ્થો જેની કિંમત 19,11,390 હતી.

ત્યારે કહી શકાય કે નવસારીમાં ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગાંજાનો જથ્થો પકડવામાં ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે હાલ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં જઈ રહ્યો હતો. એ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. નવસારીની ગ્રામ્ય પોલીસે કુલ ગાંજા ના જથ્થા સહિત કારની કિંમત ₹4,00,000 મળી કુલ 23 લાખ 11,390 નો મુદ્દા માલ કબજે કર્યો છે.


