આ કેમ્પમાં 51 દર્દીઓએ લાભ લીધો હતો. જેમણે હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી
કેમ્પમાં 13 દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું
ગરવી તાકાત, મહેસાણા તા. 18- સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને કુશળ નેતૃત્વ હેઠળ સંચાલિત નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ધ્વારા તિરૂપતિ ટાઉનશીપ, વિસનગરમાં તારીખ 18/05/2023 ને ગુરુવારના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં 51 દર્દીઓએ લાભ લીધો હતો. જેમણે હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.

કેમ્પમાં 13 દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ તિરૂપતિ ટાઉનશીપ, વિસનગરના પ્રમુખશ્રી તેમજ તિરૂપતિ ટાઉનશીપના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.


