આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ૧૦૦મી વખત ‘મન કી બાત’ તા. ૩૦મી એ રવિવારે કરી, ‘મન કી બાત ‘એ મારી – તમારી વાત છે, આપણા રાષ્ટ્ર નિર્માણની વાત છે અને રાષ્ટ્ર નિર્માણ માં મારા તમારા જેવા નાગરિકો એ જ આપેલી આહુતિની વાત છે’. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી એ પણ આ જ વાતો નો ખૂબ ઉલ્લેખ કર્યો. બેટી બચાવો અને સેલ્ફી વિથ ડોટરન્ યાદ કર્યું, મહિલા ઓના રાષ્ટ્ર નિર્માણ માં પ્રદાન ને યાદ કર્યું અને
રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષા એ ઉદ્યોગોને લઈ જવા પ્રેરણા આપી.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સંચાલિત ‘નુતન હોમીઓપથીક મેડીકલ કોલેજ તેમજ હોસ્પીટલ, ડોક્ટર સેલ વિસનગર શહેર અને તાલુકા, અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત મહેસાણા એ આ ‘મન કી બાત’ ને સાથે સાંભળી ને માણી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને રજીસ્ટાર સાહેબ શ્રી કે. એ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે લગભગ 3૦૦ થી પણ વધુ લોકો ‘ મનકી બાત’ ના ૧૦૦મા એપીસોડ ના સાક્ષી બન્યા.
નુતન હોમીઓપથીક મેડીકલ કોલેજ તેમ જ હોસ્પીટલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પ્રધાનમંત્રીશ્રી ની આભારી છે આટલા પ્રેરણાત્મક ઉદ્ બોધન બદલ.


