જંત્રીના ભાવમાં કરેલો વધારો વ્યાજબી છે : પૂર્વ ના.મુખ્યમંત્રી નિતીન પટેલ

February 6, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 06-  જંત્રીનો દર બમણો કરવાથી બિલ્ડરો અને ગ્રાહકો અટવાયા છે. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી છે. જેમાં કોઈ નિર્ણય લેવાય કે નહિ તે હજી નક્કી નથી. પરંતુ આ  મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન આવ્યું છે.

નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત સરકારે છેલ્લા 11 વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો નહોતો કર્યો. જુદા જુદા રાજ્યોમાં દર બે ત્રણ વર્ષે જંત્રીના દરમાં નિયમિત વધારો થતો હોય છે. ગુજરાત સરકારે ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે જંત્રીના દરમાં 11 વર્ષથી વધારો કર્યો ન હતો. મધ્યમ અને ગરીબ વર્ગને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકારે જંત્રીમાં કોઈ વધારો કર્યો ન હતો. તેથી સમય મર્યાદાના અનુસંધાનમાં કરાયેલો જંત્રીમાં વધારો એ વ્યાજબી છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જંત્રી વધારા પર કહ્યું કે, જંત્રીની આવક એ ગુજરાત સરકારને થતી કુલ આવકના પ્રમાણમાં ખૂબ જ મર્યાદિત છે. ગયા વર્ષે જંત્રી અને એના રજિસ્ટ્રેશનમાંથી લગભગ 10,500 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગુજરાત સરકારનું બજેટ સવા લાખ કરોડનું છે, જીએસટી અને વેટ સહિત અન્ય વેરાની આવકની સરખામણીમાં જંત્રીની આવક 10,500 કરોડ ગયા વર્ષે હતી, જે કુલ આવકના પ્રમાણમાં ખૂબ ઓછી હતી. જંત્રીનાં દર વધારવાથી સરકારની આવકમાં મોટો વધારો થશે એવું કાંઈ નથી. 11 વર્ષથી જંત્રીના ભાવમાં કોઈ વધારો નથી થયો, તેમ છતાં અલગ અલગ ચીજોમાં ભાવવધારો થતો રહ્યો છે. સરકારી કર્મચારીઓ સહિત અન્ય સરકારના ખર્ચમાં સતત વધારો થયો છે. કોરોનાકાળ વખતે સરકારની આવક બિલકુલ બંધ થઈ હતી સામે ખર્ચ પણ સતત ચાલુ રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0