2002ના રમખાણો મુદ્દે બીબીસીની ડોકયુમેન્ટ્રી પર પ્રતિબંધને સુપ્રીમમાં પડકાર

January 30, 2023

નવી દિલ્હી,તા.30 – ગુજરાતના 2002ના કોમી રમખાણો સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતી બીબીસીની ડોકયુમેન્ટ્રી પર ભારતમાં પ્રતિબંધનો વિવાદ હવે સુપ્રીમકોર્ટમાં ગયો છે અને દિલ્હીના એક એડવોકેટ દ્વારા આ પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે અને સરકારના પગલાને ગેરબંધારણીય તથા મનમાન્યુ ગણાવ્યું હતું.

આ ઉપરાંત વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે પણ આ પ્રતિબંધને પડકાર્યો છે અને સુપ્રીમકોર્ટ તા.6ના રોજ સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.21 જાન્યુ.ના કેન્દ્ર સરકારે બીબીસીની આ ડોકયુમેન્ટ્રી: ઈન્ડીયા ધ મોદી કવેશ્ચન પર પ્રતિબંધ મુકયો હતો.

તેમ છતાં પણ દેશની વિવિધ યુનિ.માં આ ડોકયુમેન્ટ્રી પ્રદર્શિત થાય છે અને તે મુદે પણ નવો વિવાદ સર્જાયો છે. આ દરમ્યાન વરિષ્ઠ પત્રકાર એન.રામ અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી પણ સુપ્રીમમાં પ્રતિબંધ વિરુદ્ધ અરજી દાખલ થશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0