કડીમાં ભાજપના રીપીટ ઉમેદવાર કરસન સોલંકી ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું, રેલી સાથે પહોંચ્યા ઉમેદવારી પત્ર ભરવા

November 16, 2022

ગરવી તાકાત મહેસાણા :  2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણસિગુ ફૂંકાઈ ગયું છે ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે અને ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું છે ત્યારે કડીમાં ભાજપ દ્વારા રીપીટ કરાયેલ કરસનભાઈ સોલંકી એ આજે પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું કડીમાં ભારતીય જનતા પાર્ટીના રીપીટ ઉમેદવાર કરસનભાઈ સોલંકી એ આજે પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું  કડી ના કમળ સર્કલ ખાતે મધ્યસ્થ કાર્યાલયથી રેલી સ્વરૂપે કરણનગર રોડ ઉપર આવેલ સેવાસદન પ્રાંત કચેરી ખાતે કાર્યકર્તાઓ તેમજ આગેવાનો સાથે કરસનભાઈ સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા

કડી ભાજપના ઉમેદવાર કરસનભાઈ સોલંકી નગરાસણ ગામના વતની છે અને કરણ નગર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતે દર્શન કરીને ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા જ્યાં કરસનભાઈ સોલંકી એ આજે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ ના મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, કડી ભાજપ શહેર પ્રમુખ જશુભાઈ પટેલ, તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0