ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની બહેનો દ્વારા વેતન અથવા વર્ગ 3 કે 4 માં સમાવેશ કરી તમામ સરકારી લાભો આપવામાં આવે તેવી માંગ સાથે એકત્ર થઈ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું. પાટણ સહિત જિલ્લાની આંગણવાડી અને તેડાઘર બહેનો કામથી અળગા રહી 1 દિવસીય હડતાલ ઉપર ઉતર્યા હતા.


