ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા ની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં પાણી છોડવા માં આવતાં ખેડુતો માટે ખુશીના સમાચાર મળ્યા છે ત્યારે હવે લોકો પણ પોતાનું કામ છોડી ને બનાસ નદીના પટમાં પાણી આવતાં ગાંડાતુર બની ગયા છે અને ચાલુ પાણીમાં ન્હાવા માટે. ઘાસ ચારા લેવા માટે. ગાય ભેંસ બકરી કે અન્ય કામમાં વ્યસ્ત બની ને પોતાના જીવની પરવા કર્યા વગર નદી કિનારે અથવા તો નદીના પટમાં પાણી હોવા છતાં અવર જવરના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે ત્યારે અગાઉ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામના બે વાલ્મિકી સમાજના બે લોકો ડૂબ્યા હતાં
અને એક જમણાપાદર નો 13 વર્ષિય કિશોર ઠાકોર ડૂબ્યો હતો પરંતુ હવે પાણીનો પ્રવાહ ધીમો પડી ગયો છે અને લોકો
પોતાના કામ અને ધંધાર્થે જતા હોય ત્યારે ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા ખાડા માં પડી જવાથી મોત થયાં હોવાનું કહેવાય છે ત્યારે પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી ને મૃતકો ના પરીવાર ને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે મૃતક પરીવાર રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે આજ રોજ તારીખ ૩૧/૮/૨૦૨૨ ના રોજ બપોરે કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામનો વતની ઠાકોર લેબૂજી પુંજાજી ઉંમર વર્ષ ૫૦ જેઓ પોતે પોતાના પશુઓ માટે ઘાસ ચારા લેવા માટે ગયા હતા ત્યારે અચાનક પાણીનો નજારો જોઇ રહ્યા હતા જેમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું
પોતાના કામ અને ધંધાર્થે જતા હોય ત્યારે ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા ખાડા માં પડી જવાથી મોત થયાં હોવાનું કહેવાય છે ત્યારે પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી ને મૃતકો ના પરીવાર ને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે મૃતક પરીવાર રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે આજ રોજ તારીખ ૩૧/૮/૨૦૨૨ ના રોજ બપોરે કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામનો વતની ઠાકોર લેબૂજી પુંજાજી ઉંમર વર્ષ ૫૦ જેઓ પોતે પોતાના પશુઓ માટે ઘાસ ચારા લેવા માટે ગયા હતા ત્યારે અચાનક પાણીનો નજારો જોઇ રહ્યા હતા જેમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતુંજેમાં અરડુવાડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી વાલજી ઠાકોર અને સ્થાનિક તરવૈયા દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ને શોધખોળ આદરી હતી જેમાં મૃતક ઠાકોર લેબુજી પૂંજાજી નો મૃતદેહ બહાર કાઢી ને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો અને શિહોરી પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે હવે. શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર આવેલા બનાસ નદીના પુલ પાસે આપેલ સર્વિસ રોડ તુટી જતાં અન્ય જગ્યાએ એટલે કે થરા થી હારીજ અને શિહોરી થી ડિસા હાઇવે રોડ ઉપર લોકોને ડાયવર્ઝન આપ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાની પ્રજાની લાગણી
અને માંગણી સાથે દિયોદર સ્ટેટ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે
અને માંગણી સાથે દિયોદર સ્ટેટ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છેજેમાં એક બે દિવસમાં પાટણ શિહોરી હાઈવે રોડ પરથી પસાર થવા માટે લોકોને હાલાકી ભોગવવી પડશે નહી એવું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે જોકે મિડિયા દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સુંદર કામગીરી કરી ને લોકોના પ્રશ્નો અંગે વાચા આપવા બદલ કાંકરેજ તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં થી તંત્ર અને મિડિયા ને અભિનંદન પાઠવ્યા હતા પરંતુ કદાચ સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટી. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો પોતાની વ્યક્તિગત રીતે વાહવાહી મેળવી રહ્યાં છે અને કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિહ વાઘેલા એ અથાગ પ્રયત્નો કરી ને તાત્કાલિક ધોરણે પાટણ શિહોરી હાઈવે રોડ ચાલુ કરવામાટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે અને કામગીરી કરવામાં આવી છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


