— સાંપ્રા પ્રાથમિક શાળા માં કેડ સમા પાણી ભરાયા.શાળામાં આવતા બાળકોને પડી રહી છે તકલીફ :
— સરસ્વતી તાલુકાનું ઉંદરા ગામ બનાસ નદી થી માત્ર બે થી અઢી કિલોમીટરના અંતરે આવેલું છે :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : હાલમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ સિસ્ટમ સક્રિય થતા ભારે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે પાટણ જિલ્લાના અને
ખાસ કરીને સરસ્વતી તાલુકા મા આવેલા નીચાણવાળા વિસ્તારના ગામો જેમાં ઉંદરા.સાંપ્રા ગોલીવાડા મહાદેવપુરા સોટાવડ હીરાવાડી જેવા ગામોની ભૌગોલિક દ્રષ્ટિ નીચાણવાળો વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પાણીનો ધોધમાર ઘસારો આ ગામો માં થાય છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાવાના ના પ્રશ્નો બને છે
ખાસ કરીને સરસ્વતી તાલુકા મા આવેલા નીચાણવાળા વિસ્તારના ગામો જેમાં ઉંદરા.સાંપ્રા ગોલીવાડા મહાદેવપુરા સોટાવડ હીરાવાડી જેવા ગામોની ભૌગોલિક દ્રષ્ટિ નીચાણવાળો વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પાણીનો ધોધમાર ઘસારો આ ગામો માં થાય છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાવાના ના પ્રશ્નો બને છેત્યારે સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામ ની પ્રાથમિક શાળામાં કેડ સામા પાણી ભરાયા હતાં.અને અનેક જગ્યાએ પાણી ભરાવાથી શાળામાં આવતા બાળકો તેમજ પશુપાલકો ડેરી દૂધ ભરાવવા આવતા હોવાથી તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હજુ પણ વરસાદ આમ આજ રીતે વરસાદ ચાલુ રહેતો ખેડૂતો માટે વાવેતર થઇ શકે તેવી પરિસ્થિતિ હાલ દેખાતી નથી.તો બીજી બાજુ પાંચ વર્ષ બાદ દાંતીવાડા ડેમ ઓવરફલો થતા ખેડૂતો અને પશુપાલકો મા ખુશી જોવા મળી રહી છે.
પરંતુ જો આ અવિરત વરસાદ ચાલુ રહેતો લોકોમાંએ ચિંતા પણ છે.કે અગાઉ પણ આ વિસ્તારમાં બનાસ નદીના પાણી ખેતર ગામો માં ફરી વળવાથી કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવું પડ્યું હતું.કાંઠા વિસ્તારમાં જે સરસ્વતી તાલુકા નાં ગામડા માં આવે છે તેમાં વરસાદ પાણી ના નકર નિકાલ માટે સરકાર કોઈ આયોજન કરે તેથી શાળાએ આવતા બાળકો પશુપાલકો ખેડૂતો અને ઉભા પાકને વરસાદી પાણીથી નુકસાન ના થાય અને લોકોને પરેશાની સામનો ના કરવો પડે.તેવું છેવાડે આવેલા આજુબાજુના ગામડાંના લોકો ઇચ્છી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ


