ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઇને ઘણા સમયથી કોરી ધાકોર રહેલી બનાસ નદીમાં નવા નીરની આવક થઇ. ત્યારે 2017 પછી એટલે કે 5 વર્ષ પછી રાધનપુર નજીક કામલપુર ગામ પાસે નદીમાં નવા નીર
ની આવક થતાં ખેડૂતોએ વધામણાં કર્યાં. ખેડૂતોએ આનંદભેર વાજતે ગાજતે બનાસ નદીમાં આવેલા નીરના આનંદ ઉલ્લાસેર વધામણા કર્યા. 2017 બાદ ફરી સાતલપુરના અબિયાના ગામ પાસેથી ભારે બનાસ નદીનો પ્રવાહ શરૂ થતા 10 ગામોને જોડતા મુખ્ય માર્ગ ઉપર ફરી મળતા રસ્તો હાલમાં બંધ થઈ જવા પામ્યો છે.
આ પ્રવાહ વધુ પ્રમાણમાં વહેંચે તો આ રસ્તો બંધ થઈ જતા વિસ્તારમાં આવેલા પેદાશપુરા ગડસઈ કરસનગઢ સહિતના 10 જેટલા ગામોમાં વાહન વ્યવહાર બંધ થતા સંપર્ક વિહોણા થવાની સંભાવના ઊભી થવા પામી છે. બુધવારે વહેલી સવારમાં એક ગાડી સવાર પાણીના પ્રવાહમાં ગાડી નાખતા ફસાઈ ગઇ હતી. જોકે, સદનસીબે આસપાસના લોકોએ ગાડી બહાર કાઢતા ગાડી ચાલકનો બચાવ થયો હતો.


