ગરવી તાકાત મહેસાણા : રાજ્યભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવાઇ રહ્યાં. જિલ્લામાં અત્યારસુધી 1.22 લાખ પશુઓનું રસીકરણ કરાયું. મહેસાણા જિલ્લામાં હાથ ધરાયેલા સર્વેમાં અને લેવાયેલા સેમ્પલમાં 1 પશુના શંકાસ્પદ લક્ષણો જણાયા. જોકે, આરોગ્ય વિભાદ દ્વારા કોઇ પૃષ્ટી કરાઇ નથી.
જિલ્લામાં અત્યાર સુધીમાં 88 પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ અત્યાર સુધીમાં 1.22 લાખ પશુઓનું રસીકરણ કરાયો હોવાનો પશુપાલન વિભાગે દાવો કર્યો હતોમહેસાણા જિલ્લામાં હજુ સુધી એક પણ લમ્પી વાઇરસનો કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 24 પશુઓમાં લમ્પીના લક્ષણ જણાતા સારવાર કરતા રિકવરી કરવામાં આવી છે. 12 ઓગષ્ટ સુધીમાં 1.22 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે


