— દવાખાનામાંથી મળેલ દવાનો જથ્થો સિલ કરી તેની સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી :
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ તાલુકાના વિરમપુર પંથક માંથી ડીગ્રી વગર દવાખાનું ચલાવી લોકો ના આરોગ્ય સાથે ચેડા કરી ખાનગી દવાખા
નું ચલાવતો હતો. જેની જાણ રામપુરા વડલા ના મેડિકલ ઓફિસર ને થતા તેમને અચાનક તપાસ કરતા આ ડોક્ટર બોગસ પ્રેક્ટિસ કરતો ઝડપાયો હતો તેની સામે મેડિકલ ઓફિસર નરેશભાઈ અને તેમની ટીમે કાયદેસર ની કાર્યવાહી કરી દવાખાનામાંથી મળેલ દવાનો જથ્થો સિલ કરી તેની સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ ઝડપાયેલા બોગસ ડોક્ટર પાલનપુર તાલુકા નો મેરવાડા ગામનો સુરેશ કુમાર રતુભાઈ રાવાળ હોઇ તેને ઝડપી પાડી પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પંથક માં એવા કેટલાય ડોક્ટરો જે ડીગ્રી વગરના છે અને એલોપેથી ,સારવાર કરી રહ્યા છે અંને લોકો ના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે પરંતુ અમીરગઢ નું આરોગ્ય ખાતું કોઈ દિવસ કોઈ કાયદેસર ની કાર્યવાહી થતી નથી.
તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર