ગરવી તાકાત સિદ્ધપુર : પાટણ આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા માં પણ ઠેર ઠેર ઘર ઘર તિરંગા માટેની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે જ્યારે ધર્મ નગરી સિદ્ધપુરમાં પણ આજે સાંજે 5: 00 ઘર ઘર તિરંગા માટે સિદ્ધપુર ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા બાઇક રેલી નું આયોજન માટે બેઠક યોજી હતી
જેમાં ભાજપ યુવા મોરચા ના પ્રમુખ મિહિર ભાઈ , પ્રદેશ કારોબારી અને સહ સભ્યોએ આ બેઠક માં હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવવા રણનીતિ તૈયાર કરાઈ આ તિરંગા યાત્રા અમરનાથ મહાદેવ ( ચેતન ઠક્કર ના દવાખાના ) થી સિદ્ધેશ્વર મહાદેવ માધુ પવડિયા પહોંચશે જેમાં ભારતીય જનતા યુવા મોરચા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમાર સિંહજી, પાટણ જિલ્લા ભાજપ ના પ્રમુખ દશરથજી ઠાકોર , ભાજપ યુવા મોરચા ના પ્રદેશ મહામંત્રી નરેશ દેસાઈ , ભાજપ યુવા મોરચા પાટણ જિલ્લાના પ્રમુખ કૌશલ જોશી તથા અન્ય કાર્યકર્તા ઑ ભાગ લેશે
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર