મહેસાણા જિલ્લામાં 3 દિવસ બાદ ફરી કોરોના વિસ્ફોટ

August 6, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં 3 દિવસ બાદ શુક્રવારે કોરોનાના 50થી વધુ 89 કેસ નોંધાયા. બીજી બાજુ સ્વાઇન ફ્લુના 3 સેમ્પલ પૈકી 1 દર્દી પોઝિટિવ આવ્યો. આ સાથે જિલ્લામાં સારવાર લેતા સ્વાઇન ફ્લુના દર્દીની સંખ્યા 2 થઇ. જિલ્લામાં શુક્રવારે શહેરી વિસ્તારમાંથી 26 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 63 સહિત કોરોનાના 89 કેસ નોંધાયા.

આ અગાઉ ગત 1 ઓગસ્ટે 75 નોંધાયા. 2થી4 ઓગસ્ટ સુધી 50થી ઓછા આવ્યા. સૌથી વધુ મહેસાણામાં ૨૬, ઊંઝામાં 18, વિજાપુરમાં 1૩, જોટાણામાં ૯, બહુચરાજીમાં ૭, કડીમાં 6, વિસનગરમાં 5, વડનગરમાં 4 અને ખેરાલુમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે 97 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. જેને લઇ સતત ૪ દિવસે એક્ટિવ કેસમાં ઘટાડા સાથે સંખ્યા 334 થઇ હ્તી. આરોગ્ય વિભાગે લીધેલા 1741 સેમ્પલ સાથે કુલ 1897 શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0