ગરવી તાકાત પાટડી : પાટડીના સવલાસ ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા આથી પાટડી પોલીસે જુગારીઓને રોકડ અને 7 નંગ મોબાઇલ મળી કુલ રૂ. 27,900ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી પાટડી પોલીસે મળેતી બાતમીના આધારે સવલાસ ગામમાં દરોડો કરી 7 જુગારીઓ ઝડપી પાડ્યાં.
પાટડી પોલીસે જુગારનો દરોડો પાડી સવલાસ ગામે તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રાજુભાઇ દેવજીભાઇ કોલાદરા,મનસુખભાઇ લધુભાઇ અજાણી, કલ્પેશભાઇ કાનજીભાઇ કોલાદરા, મુકેશભાઇ બચુભાઇ વડદરીયા , જાયમલભાઇ ચતુરભાઇ ઓડુચા, મહેશભાઇ દેવસીભાઇ પરમાર રહે તમામ સવલાસ જ્યારે ધ્રાંગધ્રાના થળા ગામના ચંદુભાઇ શંકરભાઇ પાડલીયા ને ઝડપી પાડ્યા.
તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ. 10,900 અને મોબાઇલ નંગ- 7, કિંમત રૂ. 17,000 મળી કુલ રૂ. 27,900ના મુદામાલ જપ્ત કરાયો. પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, દાનાભાઇ અને ભાવાર્થભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના રસિકભાઇ પનારા ચલાવી રહ્યાં છે.


