ગરવી તાકાત સિદ્ધપુર : ૨૯ જુલાઈ ૨૦૨૨ના રોજ e-FIR પ્રોજેક્ટ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ઓ
ડીટોરીયમ હૉલ, સિધ્ધપુપ ખાતે અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બોર્ડર રેન્જ આઇજીપી શ્રી જે. આર.મોથલિયા, પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ દ્વારા જાહેર જનતા અને આગે
વાનોને ઓનલાઇન ઘરે બેઠા બાઇક ચોરી તેમજ મોબાઇલ ચોરીની e-FIR કઈ રીતે દાખલ કરાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ
ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા અત્યારના આધુનિક ટેકનોલોજીના સમયમાં હાલમાં પોલીસ દ્વારા કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓનલાઇન કઈ કઈ સુવિધા
ઓ પોલીસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તેમનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવવામાં આવ્યું.
આ પ્રસંગે પૂર્વ જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, સિધ્ધપુર નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત સિધ્ધપુર ડીવાયએસપી સી.એલ. સોલંકી સાહેબ તથા સિધ્ધપુર પીઆઈ આચાર્ય સાહેબ વિગેરે ઉપસ્થિત રહ્યા.
સિધ્ધપુર પોલીસ, હોમગાર્ડ, ટીઆરબીના જવાનો તથા મોટી સંખ્યામાં રાજકિય અને સામાજીક આગેવાનો, નગરના પ્રબુધ્ધ નાગરીકો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર


