ગરવી તાકાત કાંકરેજ : ભારતીય સંસ્કૃતિમાં તિથિ વાર તહેવાર નક્ષત્ર માસનું આગવું મહત્વ છે. અષાઢવદ અમાસના દિવસથી દશ દિવસ દશામા વ્રત તથા એવ્રત-જીવ્રત ગૃહિણીઓ તથા કેટલાક ભકતો દશામાની મૂર્તિ નું સ્થાપન કરી દશ દિવસ સુધી એક ટાણું કરે છે જમીન પર પથારી કરી બ્રહ્મચર્યના પાલન સાથે સવાર સાંજ દશામાની પૂજા અર્ચના કરી નૈવેધ ધરાવી આજુબાજુના બાળકો રહીશોને વહેચી આ વ્રત કરે છે.
છેલ્લા દિવસે ઉજાગરો કરી દશામાની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગર આજુબાજુના વીસથી ચાલીસ ગામડાઓ પરીઓના લોકોનું ખરીદ કેન્દ્ર હોવાના કારણે અષાઢવદ તેરસ ચૌદસના સાંઢડી સાથે દશામાની મૂર્તિની તથા પૂજાપા ફરાળ નૈવેધની ખરીદી માટે બજારમાં ભારે ભીડથી મેળા જેવો માહોલ સર્જાયો હતો.
દશામાના વ્રત સાથે એવ્રત-જીવ્રત નું વ્રત ગૃહિણી ઓ કરે છે.આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં શિવ આરાધના ઉપાસના અભિષેક માટે શિવાલયોમાં શિવ ભકતોની ભારે ભીડ શ્રાવણી અમાસ સુધી રહેશે.


