કડી ના વિડજ ગામમાં વરસાદી પાણીનો નિકાલ ના થતાં ગામમાં પાણી ની નદીઓ વહેતી થઈ

July 28, 2022

— ગામમાં પાણીનો નિકાલ ના તથા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા :

ગરવી તાકાત મહેસાણા : હાલ ચોમચા ની ઋતું માં ઠેર ઠેર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જ્યાં જોવો ત્યાં પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે કડી તાલુકા ના અનેક ગામડાઓ માં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ના થતાં સમગ્ર ગામમાં પાણી પાણી થઈ ગયું હતું લોકો ને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું.

વિડજ ગામમાં છેલ્લા 10 વર્ષ થી વરસાદી પાણીનો નિકાલ થતો નથી.કડી  પંથકમાં છેલ્લાં 5 દિવસમાં 8 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે જેના કારણે કેટલાય વિસ્તારોમા પાણી ભરાવવાની સમસ્યા ઉભી થવા પામી છે. કડી તાલુકામાં આવેલ વિડજ ગામ માં પણ ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થઇ છે. ગામની અંદર વરસાદી પાણી ઘુસી જવાની સમસ્યાઓ ઉભી થઇ છે. વિડજ ગામમાં તળાવનું પાણી અને વરસાદી પાણી ગામના રસ્તાઓ તેમજ ધર ની અંદર ઘુસી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જ્યારે ગામ ના રસ્તાઓ ઉપર પાણી ની નદીઓ વહેતી થઈ હોય તેવું જોવા મળી રહ્યુ છે.
ત્યારે સ્કૂલ ની બહાર તેમજ મંદિરની બહાર પણ પાણી ફરી વળતા હતા જેને કારણે બાળકો ને સ્કૂલ એ જવુ પણ મુશ્કેલી માં મુકાઈ ગયું છે. છેલ્લાં બે દિવસ થી ગામ ની અંદર પાણી ભરાઇ રહેતા એન તેનો નિકાલ ના થતાં ગ્રામજનો માટે છેલ્લાં 10 વર્ષ થી આ સમસ્યા માથા ના દુઃખાવા સમાન બની ગઈ છે.અને જેના કારણે ત્યાં ના લોકો માટે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
વિડજ ગામના લોકોએ વારંવાર તંત્ર ને રજુઆત કરવા છતાં કોઈ વરસાદી પાણી નો નિકાલ ના કરી આપતા તંત્ર સામે ગ્રામજનો રોષે ભરાયાં હતાં અને તંત્ર ના પેટ નું પાણી હલતું નથી.જેના કારણે ગ્રામજનો ને ભારે મુશ્કેલી પડી રહી છે.

— વરસાદી પાણી 2 ત્રણ દિવસની અંદર ઓસરી જશે: TDO :

કડી તાલુકાના વિડજની ગામની અંદર વરસાદી પાણી રોડ ઉપર ઘુસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે  ગામમાં ઠેક ઠેકાણે રોડ રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે  જ્યારે દિવ્ય ભાસ્કરે  TDO સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું  આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને બે ત્રણ દિવસની અંદર પાણી ઓસરી જશે ગામમાં કોઈને તકલીફ ન પડે તે બાબતે તલાટીને જાણ કરવામાં આવી છે  જ્યારે તલાટી સાથે વાતચીત કરતા તલાટીઓ જણાવ્યું  કે વરસાદી પાણીના નિકાલ માટે ગરનાળું પાસ થઇ ગયું છે ચોમાસા પત્યા બાદ કામકાજ ચાલુ કરવાનું છે આવતા વર્ષે આ સમસ્યા નહીં હોય.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0