હું MLA બની જઈશ એવુ વાગોળતા લોકોનું સપનું સી.આર. પાટિલે ચકનાચૂર કરી નાખ્યું

July 15, 2022

— ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે અંદરખાનેથી કામગીરી શરૂ કરી દીધી :

— ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક લોકોની ‘મનની મનમાં રહી જાય’ તેવું ચક્રવ્યુ ઘડી કાઢવામાં આવ્યું! :

— ભાજપના ઉમેદવાર બની ચૂંટણી લડવાના સપના જોતા લોકોને જે તે તાલુકાના પ્રભારી બનાવી દેવામાં આવ્યાં :

— હવે પ્રભારીએ પોતાને જીતાડવા નહીં પરંતુ જે ઉમેદવાર પાર્ટી નક્કી કરે તેને જીતાડવા માટે કમર કસવી પડશે :

— રાજનીતિમાં રણનીતિ જો અખત્યાર કરવામાં ન આવે તો ચૂંટણી જીતવી ભાજપ માટે અઘરી થઈ પડે તેવી સ્થિતિ :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂટણીના આડે હવે છ મહિના જ બાકી છે, ત્યારે ભાજપે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવા માટે ચુનંદા સેનાપતિઓને મૈદાનમા ઉતાર્યા છે, રાજ્યના ઉત્તર ઝોનના જિલ્લાઓ માટે 59 જેટલા મહારથીઓને બેઠક જીતાડવાની જવાબદારી સોપી છે, આ મહારથીઓને વિવિધ બેઠકો માટેના પ્રભારી તરીકેની જવાબદારી સોપાઈ છે, ત્યારે ચર્ચા છે કે જે સેનાપતિઓ હવે પોતે ચૂંટણીમાં જંગ લડવાની તૈયાર જોર શોરથી કરી રહ્યા હતા ભાજપે તેમની તૈયારી ઉપર પાણી ફેરવી દીધુ છે ,,કારણ કે આ સેનાપતિઓને હવે બીજાને જીતાડવાની જવાબદારી સોપી દઇ જેની વિધિવત જાહેરાત કરી દેવાઇ છે.

ભારતિય જનતા પાર્ટીએ ગુજરાતના ઉત્તર ઝોન એટલે મહેસાણા, બનાસકાંઠાં,સાબરકાંઠા અમદાવાદ કચ્છ, પાટણ ગાંધીનગર અને અરવલ્લીની 59 વિધાનસભા બેઠકો ઉપર જીત સુનિશ્ચિત કરવા માટે પ્રભારીઓના નામની જાહેરાત કરી દેવાઇ છે, આ પ્રભારીઓના નામોની વાત કરીએ તો અનેક એવા નેતાઓ છે જેઓ વિધાનસભા લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા, ટિકીટો માટે લોંબીંગ પણ શરુ કર્યુ હતુ, વિસ્તારમાં જન સંપર્ક શરુ કર્યો હતો, સાથે સમાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ છુટા હાથે લોકોને ભરપુર મદદ કરી રહ્યા હતા.

— પ્રભારી એટલે નાનો ચાણક્ય !

આ પ્રભારીઓની વાત કરીએ તો, પ્રદેશ અને બેઠક વચ્ચે સેતુ સમાન કામ કરશે, માઇનસ બુથોને પ્લસ કરવાની રણનીતિ બનાવશે, પ્રચારથી માંડી જનસપર્કના રુટો ગોઠવાશે,, પ્રભારીના માર્ગ દર્શન મુજબ જીત માટે રણનીતિ કરાશે.પ્રભારી એટલે જે તે બેઠક માટેનો નાનો ચાણક્ય, જેના આંખ અને કાનથી પ્રદેશ નેતાગિરી જોશે અને સાભળશે, જરુર પ્રમાણે રણનિતી બનાવશે.

— આ સેનાપતિઓને જે તે તાલુકાની મહત્વની જવાબદારીઓ સોંપાઇ :

— માંડવી વિધાનસભા બેઠક માટે પુર્વ ધારાસભ્ય વસંત ભાઇ પુરોહિતને જવાબદારી સોપાઇ છે, જેઓ ધાનેરા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે :

— સંજય દેસાઇને ભુજ બેઠકની જવાબદારી સોપાઇ,,તેઓ ડીસા અને ધાનેરા વિધાનસભા માટે દાવેદાર મનાય છે :

— મગન ભાઇ માળી અંજાર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે :

— આશિષ દવેને વાવ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ,, તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે :

— થરાદ વિધાનસભા બેઠકની જવાબદારી પુર્વ ધારાસભ્ય પંકજ મહેતાને જવાબદારી સોપાઇ છે, તેઓ કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે :

— રાજુલ દેસાઇને ઊંજા વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે :

— મહેન્દ્ર સિહ રાણાને કાકંરેજ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ગાંધીનગર ઉત્તર માટે દાવેદાર મનાય છે :

— હરેશ ચૌધરીને ચાણસ્મા વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ પાલનપુર વિધાનસભા બેઠક દાવેદાર મનાય છે :

— રમેશ દેસાઇ વિસનગર વિધાનસભાની બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે :

— મહેસાણાની જવાબદારી સ્નેહલ પેટલને સોપાઇ છે ,તેઓ પાટણ બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે :

— હિતેન્દ્ર પટેલને વિજાપુર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે :

— કલોલ વિધાનસભા બેઠકની યુવા નેતા રુત્વીજ પેટલને જવાબદારી સોપાઇ છે, તેઓ વિરમગામ અને ઘાટલોડિયા બેઠક પર દાવેદાર મનાય છે :

— વિરમગામ વિધાનસભા બેઠકની પ્રિતેશ મહેતાને જવાબદારી સોપાઇ છે.તેઓ એલિસબ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે :

— ઘાટલોડિયા વિધાનસભા બેઠકની ડો અનિલ પટેલને જવાબદારી સોપાઇ છે, તેઓ ઘાટલોડિયા ઉપરાંત નારાણપુરા,દરિયાપુર, એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર માનવામા આવે છે :

— વેજલપુર વિધાનસભા બેઠક માટે પુર્વ ડેપ્યુટી મેયર બિપિન સિક્કાને જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે :

— વટવા વિધાનસભા બેઠકની જવાબદારી દિનેશ મકવાણાને સોપાઇ છે, તેઓ અસારવા અને દાણીલિમડા બેઠક માટે દાવેદાર મનાય છે :

— મધુબને પટેલને એલિસ બ્રિજ બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ નિકોલ બેઠક માટે દાવેદાર મનાય છે :

— કમલેશ પટેલને નિકોલ વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ અમરાઇવાડી અને મણિનગર વિધાનસભા માટે દાવેદાર મનાય છે :

— કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને નરોડા વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ દરિયાપુર શાહપુર બેઠક માટે દાવેદાર મનાય છે :

— ઠક્કરનગરની જવાબદારી નયન બ્રહ્મભટ્ટને સોપાઇ છે, તેઓ મણિનગર અને અમરાઇવાડી માટે દાવેદાર મનાય છે :

— બાપુનગરની જવાબદારી ડો વિષ્ણુપટેલને સોપાઇ છે,,તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે :

— જમાલપુર ખાડીયાની જવાબદારી પ્રવિણ પંડ્યાને સોપાઇ છે તેઓ કડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે :

— એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને મણિનગર વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા બેઠક માટે દાવેદાર મનાય છે :

— પુર્વ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલને દાણીલીમડાની જવાબદારી સોપાઇ છે, તેઓ માણસા, અમરાઇવાડી અને દરિયાપુર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે :

— બિપિન પેટલને સાબરમતીની જવાબદારી સોપાઇ છે તેઓ ઠક્કરનગર અને માણસા વિધાનસભા બેઠકના દાવેદાર મનાય છે :

— ગાંધીનગરના પુર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઇ ઘાંઘરને ધોળકાની જવાબદારી સોપાઇ છે,,તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે :

— ભાજપનો કાર્યકર્તા પોતાનો ફાયદો સાઈડમાં મૂકી પાર્ટીને ફાયદો અપાવવા મથતો હોય છે :

મહત્વની વાત એ છે કે ભાજપમાં જવાબદારીનુ વિશેષ મહત્વ રહ્યુ છે, અને ભાજપનો કાર્યકર્તા પોતાને મળેલ જવાબદારી તન મન ધનથી નિભાવતો રહ્યો છે, ભાજપનો કાર્યકર્તા પાર્ટી ફર્સ્ટમા માને છે.વ્યક્તિગત હિત કરતા પાર્ટી અને સમાજનો હિત સર્વોપરિ માને છે.

— પોતે ઉમેદવાર બની ચૂંટણી જીતવા સપના જોતા લોકો અન્યોને જીતાડવા મદદ કરતા હશે તેવો ખેલ રચાયો :

અહી ગુજરાત ભાજપે ચૂંટણીના આટા પાટા જાણકાર કાર્યકર્તાઓ સાથે ઘરોબો ધરાવનાર બાજી પલટી નાખનાર, કાર્યકર્તાઓની નશ પારખનારા, કાર્યકર્તાઓની નારાજગી દુર કરનારા, ડેમેજ કંટ્રોલર ચૂનંદા સૈનિકોને વિધાનસભા બેઠકોની પ્રભારીની જવાબદારી સોપાઇ છે. ત્યારે ભાજપનો કાર્યકર્તા પોતાનો વ્યક્તિગત સ્વપ્ન બાજુમા રાખી પાર્ટીને જીતાડવા મહેનત કરશે. નોંધનીય છે કે જ્યારે તેમને પ્રભારી તરીકે મોટી જવાબદારી મળી હોય ત્યારે તેમને ટિકીટ મળશે કે કેમ તે એક મોટો યક્ષ પ્રશ્ન છે, મતલબ સાફ કે આ નેતાઓ પોતાના માટે મેદાનમાં ઉતરે તે પહેલા જ મેદાનમાંથી આઉટ થઇ ગયા છે,

— સંભવિત ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં મનગમતા પ્રભારી ભલામણો કરી હોવાની પણ ચર્ચા :

સુત્રોની માનીએ તો આ પ્રભારી નિમવામાં પણ કેટલાક નેતાઓએ લાગવગ લગાવી છે, એટલે પોતાના વિસ્તારમાં આ પ્રભારીઓ પહોચી જે તે નેતા વિશે માહોલ ઉભો કરીને ટિકીટ માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરી શકે અને વિરોધીઓને ઠેકાણે પાડવાનુ કામ કરે.

— પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે ટિકિટ વાંચ્છુકોની બોલતી બંધ કરી દીધી :

ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો એમ સમજતા હતા કે અમારી ટિકિટ સો ટકા ફાઇનલ છે. અને તેઓએ વિધાનસભા ચૂંટણી લડવાની છે તેવું મક્કમપણે માનીને લોબીંગ પણ શરૂ કરી દીધું હતું. સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેઓએ છુટા હાથે દાન-દક્ષિણા આપવાનું પણ શરૂ કરી દીધું હોવાની ચર્ચા સામે આવી છે. પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ટિકિટ વાચ્છુકોના સપના ચકનાચૂર કરી નાખ્યા છે. કહેવાય છે કે આગામી વિધાનસભામાં ઉમેદવારી ઈચ્છનાર લોકો હવે પ્રભારી બનીને કામ કરશે તેઓએ જે તે ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરવી પડશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0