મહેસાણામાં 2 સોસાયટીના 2 મકાનમાંથી 10.54 લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર

June 21, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના રાધનપુર રોડ પર આવેલી પ્રાથના વિહાર વિભાગ ૧ અને ગણેશ વિહાર સોસાયટીના 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવી રાત્રીના સુમારે ચોરીને અંજામ આપ્યો. બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરનારય્જાણ્યા શખસોએ બન્ને સ્થળેથી સોના ચાંદીના દાગીના અને રોકડ કુલ મળી. 10.54 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા

મહેસાણા શહેર અને જિલ્લા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ અને વાહન ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.  મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી પ્રાથના વિહાર વિભાગ ૧ અને ગણેશ વિહાર સોસાયટીમાં તસ્કરોએ ઘરની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આ બન્ને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 10.54 લાખની મત્તાની ચોરી કરીને પલાયન થયા હતા.

ચોરી પહેલા સોસાયટીમાં શંકાસ્પદ હિલચાલ કરી રહેલા ચડ્ડી અને બનીયાન પહેરેલ છ જેટલા અજાણ્યા શખસો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ઘટના અંગે  સવારે જાણ થતાં ઘર માલીક મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તસ્કરો સામે ગુનો દાખલ કરીને આરોપીઓનું પગેરો મેળવવા શોધખોળ શરો કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0