ખેડામાં ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલની ચોરી કરતાં 5 લોકોને SOG પોલીસે દબોચ્યા

June 17, 2022

ગરવી તાકાત ખેડા : સમગ્ર રાજ્યમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલની અછત જોવા મળી રહી છે. ત્યારે ગતરાત્રે ખેડા જિલ્લા SOG પોલીસે ગેરકાયદેસર પેટ્રોલ- ડીઝલના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-વડોદરા હાઈવે પરથી મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલના ગેરકાયદેસરના જથ્થા સાથે એક ટેન્કર ઝડપાયું છે. પોલીસે કુલ 19.64 લાખ રૂપિયાનો મુ દ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ખેડા જિલ્લા એસઓજી પોલીસે અમદાવાદ- વડોદરા હાઈવે પર ખેડા શહેર પાસે આવેલી હરિયાળા ચોકડી પાસે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજી પોલીસે અગાઉથી મળેલી બાતમીને આધારે હરિયાળા ચોકડી પાસે દરોડો પાડ્યો હતો.

​​​​​​​પોલીસે ઉંમરઅલી ગ્યાસુદ્દીન ચીદાર (રહે.કલોલ બી/8 અહેમલીપાર્ક સોસાયટી તા.કલોલ જી.ગાંધીનગર) ઇરફાન મજહરભાઇ લીલાણી (રહે.જુહાપુરા એ/44 સંકલીતનગર અમદાવાદ), જયીપભાઇ દિલીપભાઇ રાણા (રહે. હરીયાળા બારીવાળુ ફળીયુ પોસ્ટ ઓફીસની બાજુમાં તા.જી ખેડા), અરવીંદભાઇ ઉર્ફે ટુળીયો રાયધનભાઇ ચેખલીયા (રહે.નવી નગરી હરીયાળા તા.જી.ખેડા) અને અનીલભાઇ ઉર્ફે રેવો શામળભાઇ તડવી (રહે.હરીયાળા બારીવાળુ કળીયુ તા.જી ખેડા)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેન્કરની ટાંકીમાંથી એક ખાનામાં ભરેલો 3980 લીટર ડીઝલનો જથ્થો કે જેની કિંમત રૂપિયા 3 લાખ 58 હજાર 200 સાથે બે કેરબામાં 70 લીટર પટ્રોલ કિંમત રૂપિયા 6 હજાર 510 તથા નવ કેરબામાં ભરેલો 270 લીટર ડીઝલ કે જેની કિંમત રૂપિયા 24 હજાર 300 મળી ટેન્કર તેમજ રોકડ રકમ સાથે કુલ રૂપિયા 19 લાખ 64 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0