બાવલું ના આંબલીયારા ગામે વરઘોડા માં નાચવા ની બાબતે બે જૂથ વચ્ચે મારામારી

June 3, 2022

— આંબલીયારા ગામે વરઘોડા માં નાચતી વખતે લાત વાગી જતા મારામારી સર્જાતા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોધાઇ :

ગરવી તાકાત મહેસાણા :  બાવલું ગામ ના આંબલીયાર ખાતે વરઘોડા ની અંદર નાચતી વખતે ભૂલથી પડી જતા બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ અસરફભાઇ અબદુલભાઇ  ચૌહાણ  રહે ભંકોડા, દેત્રોજ ના રહેવાસી તેમના પરિવાર સાથે આંબલીયારા ગામે તેમના ફઇ ના દીકરા ના લગ્નમાં આવેલ હતા અને ફઇ ના દીકરા ના દીકરી ઇરફાનાના મામા પણ લગન માં આવેલ હતા અને તેમના મામા નો દીકરો સોનુભાઈ સુજાતભાઈ સિપાઈ લગ્નમાં હતા
તે દરમ્યાન આમીનભાઈ  ફરિદભાઈ તથા સુજાતભાઇ બચુભાઈ હાજર હતા અને આશરે બપોરના ચારેક વાગ્યે અણદેજ ગામે થી જાન આવેલ હતી જેથી તે નો વરઘોડો નીકળ્યો હતો અને ડી.જે વાગતું હતું જેમાં રફીક તેમાં નાચતો  હતો.જેથી તેને ભૂલ થી તેને લાત સોનુભાઇ ને વાગતા ત્યાં બોલા ચાલી કરતા તેમને સમજાવવા માં આવ્યા હતા પરંતુ ત્રણ લોકો ઉશ્કેરાઇ ગયેલા અને ગાળો બોલવા લાગેલ અને સોનુભાઇ  ના હાથ માં લાકડી હતી
તે માથાના ભાગે મારતા અમિનભાઈ તથા સુજાતભાઈ ને ગડદા પાટું નો માર મારવામાં આવ્યો હતો.અને તેમને બુમા બૂમ કરતા તેમને જાવેદભાઇ મલેક તથા તેમના ભાઈ રફીક વચ્ચે પડી વધુ માર થી બચાવવા માં આવ્યા હતા ત્યાંથી આ લોકો જતા જતા કહેતા હતા કે આજે તને જવા દેઇએ છે પરંતું હવે અમારુ નામ લઈશ તો જાનથી મારી નાખીશું જેવી ધમકી આપી ને જતા રહ્યા હતા અને માથાના ભાગે વધારે ઇર્જા ને કારણે લોહી નીકળતા પ્રાઇવેટ સાધન માં કડી માં આવેલ ભાગ્યોદય હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવવા માં આવેલ અને ત્રણેય ઇસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0