— પરિવારને મારી નાંખવાની ધમકી આપી બાઈક પર લઈ ગયો :
— નરાધમે ખેતરમાં દુષ્કર્મ આચર્યા બાદ તેણીને ચોટીલા લઈ ગયો અને રાત્રે બસસ્ટેન્ડમાં ફરી બળાત્કાર ગુજાર્યો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તેમની ૨૩ વર્ષિય દિકરીનું આંબલીયાસણના પરણિત યુવકે અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. 2 દિવસ પછી મોડી રાતે ભોગ બનનારને પરત તેના ઘરે મુકી જઈ નાસી છુટયો હતો. આ ચોંકાવનારી ઘટના અંગે લાંઘણજ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામમાં રહેતો એવન ગાભાજી ઠાકોર પંથકમાં રહેતા એક દલિત પરીવારની ૨૩ વર્ષિય યુવતીને સારી રીતે ઓળખતો હતો.દરમિયાન તે એકાએક યુવતીના ઘરે આવ્યો હતો અને તેના ઘરના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
ત્યારબાદ યુવતીને પોતાની બાઈક પર બેસાડી અપહરણ કરીને લઈ ગયો હતો.માર્ગમાં ભાસરીયા ચોકડીથી મહેસાણા જતા રોડ પર અજાણી જગ્યાએ એક ખેતરમાં લઈ જઈને નરાધમે યુવતીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. અહીંથી તેણીને વિજાપુર લઈ ગયો હતો અને ત્યાંથી બસમાં ચોટીલા ગયા જયાં બસસ્ટેન્ડ રાત્રી રોકાણ કરેલ અને અહીં પણ ફરીથી યુવતી પર દુષ્કર્મ આચર્યું
બે દિવસ પછી તેઓ વિજાપુર આવ્યા અને મોટરસાયકલ ઉપર બેસાડીને એવન ઠાકોર રાત્રીના સુમારે આ યુવતીને તેણીના ઘરે ઉતારીને ભાગી ગયો હતો. પોતાની સાથે વિતેલી આપવીતી તેણીએ પરિવારને કરતાં છેવટે આ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.જેના આધારે પોલીસે દુષ્કર્મ અને એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


