પાલનપુરના લક્ષ્મીપુરા ગામની પાસે આવેલ ફાટક બંધ થતાં હાલાકી: કલેકટરને આવેદનપત્ર અપાયું  

May 23, 2022

— લક્ષ્મીપુરા ઉપરાંત અન્ય ૧૫ થી ૨૦ ગામોના લોકો માટે ઉપયોગી ફાટક બંધ થતાં મુશ્કેલી :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર અમદાવાદ હાઈવે પર રેલવે લાઇનની ફાટક બંધ થતાં લક્ષ્મીપુરા ગામ સહિત અન્ય ૧૫ થી ૨૦ ગામોના લોકો ને આ ફાટક બંધ થતાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
પાલનપુરના લક્ષ્મીપુરા ગામ નજીક પસાર થતી રેલવે લાઇનની ફાટક નં.૧૬૯ ચાલુ કરવાની માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મીપુરા ગામની પૂર્વ બાજુએ આવેલા ફાટક છેલ્લા ત્રણ દિવસથી અચાનક બંધ કરવામાં આવતાં લક્ષ્મીપુરા ગામની ૧૫ હજાર તેમજ આજુબાજુની સોસાયટીની મળી રોજ ૨૫ હજારથી લોકો આ ફાટકનો ઉપયોગ કરતાં હોઈ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ ઉપરાંત પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ આ ફાટક માર્ગથી પસાર થતા હોઈ તેમજ અભ્યાસ કરવા જતા આસપાસના ૧૫ થી વધુ સિસ્ટમના બાળકોને પણ આ ફાટક બંધ થતાં મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજિત ૨૦૦ મીટર દૂર પશ્ચિમમાં લક્ષ્મીપુરા ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ કન્યા વિદ્યાલય આવેલ છે તેના બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય ત્યારે આ ફાટક પરથી જતા હોઈ મુશ્કેલી પડી રહી હોઇ આ
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0