ગરવી તાકાત કાંકરેજ : ખેડુતો એ સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી હતી.. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ઝાલમોર ખાતે આવેલ હનુમાનજી મહારાજ ના મંદીર ખાતે કાંકરેજ. દિયોદર. ભાભર સહિત અન્ય તાલુકાના ખેડુતો એકઠા થયા હતા અને પાણી નહી તો વોટ નહીં ના બેનરો લગાવી દીધા હતા અને સુત્રોચાર કર્યા હતા ત્યારે હવે ચાંગા પંપીંગ સ્ટેશન થી સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે માંગ બુલંદ અવાજે કહ્યું હતું
કે જો હવે સરકાર પાણી છોડે અથવા તો ખુરશી ખાલી કરો. જય જવાન જય કિસાન ના નારા સાથે દોઢસો થી વધુ ખેડુતો એકઠા થયા હતા અને ઢોલ વગાડી ને ખેડુતો ને ગામડે ગામડે ફરી ને સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે જાગૃત કરવા માટે કવાયત હાથ ધરાઈ છે ત્યારે ખેડુત આગેવાન અમરાભાઈ ચૌધરી એ જણાવ્યું હતું
કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માં નહિ આવે તો પાંચમા મહિનાની ચાર તારીખે દિયોદર તાલુકાના સણાદર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ને રેલી યોજી ને દિયોદર પ્રાંત કચરી માં આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે તંત્ર અને સરકાર દ્વારા સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માં આવશે કે નહિ? પરંતુ હવે ખેડુતો પોતાની સિંચાઇ અને પશુપાલન વ્યવસાય માટે પાણી ની માંગ માટે મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો


