કેન્દ્ર સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લીધો પરંતુ ખેડૂતોનો વિરોધી સૂર કહ્યું સબસિડી વધારવાથી અમને કોઈ જ મોટો ફાયદો નહિ

April 28, 2022

ગરવી તાકાત પાલનપુર :  બનાસકાંઠામા સતત વધતા જતા ખાતરના ભાવના કારણે ખેડૂતોની હાલત કફોડી બનતા હવે સરકાર દ્વારા ખેડૂતોને અપાતા ખાતરમાં 850 રૂપિયાની સબસીડીનો વધારો કરાયો છે જેને લઈને ખેડૂતોને મોટો ફાયદો થશે. જોકે ખેડૂતો કહી રહ્યા છે કે આ સબસિડી વધારવાથી ખેડૂતોને કોઈ જ મોટો ફાયદો નહિ થાય.

ભારત સરકારે યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કર્યો નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયો છે. જેનાં પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખૂબ વધારો થવા પામ્યો હતો. આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી 1650 રૂપિયા પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી 2501 રૂપિયા પ્રતિ બેગ કરવામાં આવી છે.

આમ, પ્રતિ બેગ 850ની માતબર સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજ્યના ખેડૂતોને પણ થશે. રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે 5 લાખ મેટ્રિક ટન વાર્ષિક વપરાશ થાય છે. જેનાં કારણે રાજ્યના ખેડૂતોને વધારાની 850 કરોડની સબસીડીનો ફાયદો થશે. જોકે આ બાબતે ખાતર ડેપોના સંચાલકોએ ખેડૂતોને ફાયદો થશે તેવું કહી રહ્યા છે.

તો બીજી બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે, પહેલેથી જ ખાતરમાં અસહય ભાવ વધારો થતો જાય છે હવે ચૂંટણીઓ નજીક આવતા જ સરકારે સબસિડીના નામે આંકડાઓની માયાજાળ કરી છે જેનાથી કોઈ જ ફાયદો ખેડૂતોને થશે નહીં જો સરકારે ખેડૂતોને ફાયદો આપવો જ હોય તો સબસિડી આપ્યા વગર સીધો ખાતરમાં જ ભાવ વધારો કરી દે જેથી ખેડૂતોને સીધો ફાયદો થાય

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0