— કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગુહ મંત્રી રજની પટેલ, ઉપસ્થિત રહેશે :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના પાલોદર ખાતે આવેલા શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર ખાતે રવિવારે સમસ્ત રાવળ દેવ સમાજ દ્વારા 1111 દીવડા વડે જોગણી માતાજીની આરતી ઉતારીને પોતાની એકતા દર્શાવશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજ્યમાં અન્ય સમાજની જેમ રાવળ યોગી સમાજ પણ મોટી સંખ્યા હાજર રહ છે
. ત્યારે સમાજની એકતા જળવાઈ રહે તે માટે મહેસાણા તાલુકામાં આવેલ પાલોદર ગામ શ્રી ચોસઠ જોગણી માતાના મંદિરે સમસ્ત રાવળ દેવ સમાજ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે ૭ હજાર જેટલી જનમેદની ઉપસ્થિત રહી મા જોગણીને 1111 દિવડાની આરતી ઉતારી પોતાની એકતા દર્શાવશે.
આ કાર્યક્રમમાં રવિવારે યોજવામાં અવનાર છે, જ્યાં મંદિર પરિસરમાં બપોરે રાસ ગરબા અને સાંજે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,પૂર્વ ગુહ મંત્રી રજની પટેલ, રાજ્ય સભા સાંસદ જુગલસિંહ ઠાકોર ઉપસ્થિત રહેશે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


